SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકા જીરવી ઝાણો પ્રભુ મહાવીર સ્વામીનો દિવ્ય સંદેશ છે : સે બલ હાચઈ હે માનવી ! તારી કાનની સાંભળવાની શક્તિ પ્રતિદિન ક્ષય થઈ રહી છે. તારી આંખ તેજસ્વીતા ગુમાવી રહી છે. તો તારી સ્વાદ લેવાની શક્તિ ઘટતી જાય છે. અરે! આખી બોડીની તાકાત પ્રતિક્ષણ ક્ષય થઈ રહી છે. જે આજે એનો. ખ્યાલ નહીં આવે જ્યારે સદંતર સાંભળવું - બોલવું બંધ થશે ત્યારે . ખ્યાલમાં આવશે અને આવી દશા આવતા પહેલા જ પ્રભુનું કહેવું છે કે તાખ ધર્મો સમાચરે ક્ષમા - આર્જવ, માહર્ત રૂપ ધર્મને આ માનવ જીવનમાં સ્થાન આપી દે નહીંતર પસ્તાવા સિવાય તારા હાથમાં કાંઈજ નહીં રહે. આ લોક પરલોક અને ઉભય લોક ત્રણેય ભયાનક બની જશે જો તું ધર્મથી વેગળો ચાલીશ તો. માટે જ મહાવીર પ્રભુ વારંવાર જણાવે છે જાગો... જીવો... જીવવા દો... કષાયો જીતો. આ દિવ્ય સંદેશ જેને જીવનમાં અપનાવ્યો તેઓ ધર્મ આરાધના માટે. જાગ્યા છે. જીવોની દયા પામવા લાગ્યા છે અને આત્યંતર શત્રુઓ કષાયને જીતવા માટે પ્રયત્નશીલ બન્યા છે. મુદ્દાની વાત એ છે તમે જ્યારે ધર્માદિના શુભ કામ આરંભશો એટલે તમારી સામે બે વાવાઝોડા આવે છે તેમાં એકનું નામ છે પ્રશંસા જ્યારે બીજાનું નામ છે ટીકા. પ્રત્યેક માનવીના જીવનમાં પ્રાયઃ આ બે વાવાઝોડાં આવતાં હોય છે. જો તેમાં ફસાય જાય તો વ્યક્તિની યાત્રા ત્યાં જ વિરામ પામી જાય છે. પ્રશંસા પચાવી જાણો તો માણસ ને સૌથી વધુ પોતાની પ્રસંશા ગમે છે અને એટલે જ માણસ સૌથી વધુ પ્રશંસાને કારણે જ છેતરાય છે. હોંશિયાર, બુધ્ધિવાન, પંડિતો, સાધકો અને મોક્ષપંથે પ્રયાણ કરી રહેલા મોક્ષાર્થીઓ ને ગબડાવનાર પ્રશંસાનું વાવાઝોડું છે જેના ઝાપટામાં જે જે આવ્યા તેઓ પતનની ખાઈમાં ગબડ્યા છે. પણ એ વાત સમજવી જોઈએ કે કાર્યની સાચી પ્રશંસા જ્યારે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થતું હોય છે. ખોટી ખુશામત અને પ્રશંસા માણસને ઊંચે લઈ જાય છે. પરંતુ ખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા બહુ સુક્ષમ છે, જે સમજવી - ઓળખવી મુશ્કેલ છે. એ વાત નક્કી છે કે માણસને પ્રશંસા ગમે છે. એટલે માણસ કોઈને કોઈ રીતે તેમાં ફસાઈ જાય છે. એનાથી બચવાનો એક માત્ર રસ્તો છે અને એ છે પ્રશંસાને પાત્ર બનવા માટે મહેનત કરતા રહેવાનો. કોઈ કહે કે તમે તો સાયગલ જેવું ગાવ છો... તમારો સ્વર લતા જેવો છે... તમે તો ટોલસ્ટોય જેવું લખો છો... તમે તો સાચે જ સાધુ જેવા લાગો છો... તમારી છટા અબેહૂબ વિવેકાનંદ જેવી લાગે છે... વિગેરે... વિગેરે... આવી કોઈ પણ વ્યક્તિ સાથે તમારી કળાને જોડવામાં આવે ત્યારે તે વ્યક્તિ સુધી પહોંચવા માટે મહેનત કરવાનું ચાલુ રાખો પરંતુ ફૂલાઈ જઈને મેળવેલી પ્રશંસાને ખોઈ નાખવાની ભૂલ કરશો નહીં. જીવન ક્ષેત્રે આરાધેલા શુભ કાર્યની પ્રશંસા હવા જેવી છે. સામેથી આવતી હવા આગળ વધવામાં અવરોધક બને છે. જ્યારે પાછળથી હવા સહાયક બને છે. તેમ કાર્યની શરૂઆતમાં અથવા કાર્યની પૂર્ણતા પહેલા જ મળી જતી પ્રશંસા આગળથી આવતી હવા છે જે કાર્યની સફળતા સુધી જવા દે કે ના પણ જવા દે... જ્યારે કાર્યની સંપૂર્ણતા એ મળતી પ્રશંસા પાછળથી આવતી હવા જેવી છે જે નવા કાર્યમાં પ્રેરક બની રહે છે. મારો પહેલો નંબર આવ્યો પપ્પા, હું આજે દોડવાની રેસમાં પહેલા નંબરે આવ્યો. શાબાશ ! બેટા તારી પ્રગતિ ને જોઈને હું બહુ ખુશ છુ. માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા પિતા પુત્રને પ્રશંસાભર્યા શબ્દો દ્વારા નવાઝે છે. અને દિકરો ફુલાઈ ન જાય એટલે મીઠી શિખામણ સમય જોઈને આપી કે બેટા! તે કાર્યની શરૂઆત કરી છે. પ્રથમવાર તું પહેલો નંબર લાવ્યો છે. હવે મારી એક સૂચના છે જો તારે દોડરેસના ક્ષેત્રે હજી આગળ પ્રગતિ સાધવી હોય તો તું મિત્રો સાથે પાનના ગલ્લે સિગારેટ પીવે છે તે બંધ કરી દે કારણ કે દોડરેસમાં સિગારેટનું વ્યસન અવરોધક બનશે! અચ્છા પપ્પા! આજથી હું સિગારેટનો સદંતર ત્યાગ કરૂ છું અને ત્યારબાદ આ પુત્ર દોરેસમાં પ્રતિવર્ષ વિજય તરફ આગળ વધવા લાગ્યો. ૩૫ - ૩૬
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy