SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધુ-સાધ્વી સિલાઈ વિનાના શ્વેત વસ્ત્રો પહેરે છે. (કેટલાક પીળાં વસ્ત્રો પણ પહેરે છે.) ચોલપક, પાંગરણી, કપડા, કામળી વગેરે તેમના પહેરવાનાં વસ્ત્રો છે. ખાસન, સંથારો, ઉત્તરપટ્ટી વર્ગરે તેમના પાથરવાનાં વસ્ત્રો તરીકે ઓળખાય છે. * જૈન સાધુ-સાધ્વી સ્થાનમાં હોય કે સ્થાનની બહાર હોય, વિહારમાં હોય કે સ્થિરવાસમાં હોય, તેઓ કરર્મશ પોતાની પાસે ઓઘો (રજોહરણ) અને મુહપત્તિ (ચોક્કસ માપનો કપડાનો ટુકડો) રાખે છે. સ્થાન બહાર જ્વાનું હોય ત્યારે ઓઘો અને મુપત્તિ ઉપરાંત એક દાંડો પણ રાખે છે. આ ત્રણય જૈન સાધુ-સાધ્વીને ઓળખવાનાં ચિહ્નો છે. * જૈન સાધુ-સાધ્વી જ્યાં રહે છે એ સ્થાનને ઉપાશ્રય કે પૌષધશાળા કહે છે. પોતાની આચારસંહિતાનું સુર્પરે પાલન થઈ શકતું હોય તેવા, ઉપાશ્રય સિવાયના અન્ય સ્થળે પણ તેઓ રહી શકે છે, રહે છે. સૂર્યાસ્ત થયા પછી અપવાદ પ્રસંગ સિવાય ઉપાશ્રયની બહાર તેઓ જતા નથી. ♦ પોતાની પાસે આવનાર સહુ કોઈને નાત, જાત, પંથ, રંગ, વેષ, લિંગભેદ વિના ‘ધર્મલાભ’ શબ્દ બોલીને આશીર્વાદ આપે છે. ધર્મલાભ' એટલે તમને ધર્મની પ્રાપ્તિ થાઓ. તમે ધર્મનું આરાધન કરી, શ્રદ્ધાળ ભક્તજનોના મસ્તકે વાસક્ષેપ (ચંદનનું અભિમંત્રિત સુગંધી ચૂર્ણ નાંખીને નિત્થારગ પારગાહોહ' નો આશીર્વાદ આપે છે. એટલે કે ‘તર્મ સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત બનો.’ * તેઓ વાર્તાલાપ, પ્રવચન, જ્ઞાનગોષ્ઠિ, સંસ્કારશિબિર આદિ માધ્યમોથી સહુ કોઈને સમ્યક્ જીવન જીવવાનું, ધર્મમય જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. * જૈન સાધુ-સાધ્વીજીનું સમગ્ર જીવન આત્માભિમુખ હોય છે. પોતાના આત્માને ઉન્નત અને ઉજમાળ કરવા, આત્માને શુદ્ધ અને બુદ્ધ કરવા તેઓ સજાગપણે પ્રયત્નશીલ રહે છે. આ માટે રોજની તેમની નિશ્ચિત ક્રિયાઓ છે. પ્રતિક્રમણ (થઈ ગયેલા પાપીનું પ્રાયશ્ચિત્ત) પડિલેહણ (વપરાશમાં આવતા વસ્ત્ર-પાત્રનું ઝીણવટભર્યું અવલોકન) આ બે નિત્ય ક્રિયાઓ ઉપરાંત પરમાત્મ-દર્શન, વંદન, પોતાના ગુરૂનોની સેવા, સ્વાધ્યાય, ધ્યાન, અધ્યયન-અધ્યાપન વગેરે પણ કરતા હોય છે. * જૈન સાધુ-સાધ્વી બિમારીના પ્રસંગે ન છૂટકે સારવાર કરાવે છે. સહન થાય ત્યાં સુધી તો બિમારીની વેદનાને પ્રસન્ન ચિત્તે સહન કરી લે છે. પરંતુ વેદના અસહ્ય બનતાં મન એકદમ અસ્વસ્થ બની જાય, આત્મસાધના વિચલિત બને તેવા પ્રસંગે અહિંસક દવાઓનો ઉપયોગ કરે છે. કોઈ બિમારીમાં ઓપરેશન કરાવવાની અનિવાર્ય જરૂર ઊભી થાય ત્યારે ઓપરેશન કરાવે છે. પરંતુ સ્વસ્થ થયા બાદ તેનું પ્રાયશ્ચિત કરી લે છે. * જૈન સાધુ-સાધ્વી સ્વાશ્રયી હોય છે. પોતાનાં વસ્ત્રો પોતે જ ધુએ છે. વિદ્વારમાં પોતાનો સામાન મોટે ભાગે પોતે જ ઊંચકી લે છે. વસ્ત્રો ધોવામાં ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરે છે. અલબત્ત, સાબુ વર્ગરનો ઉપયોગ કરે છે પણ એ માટેય એમના કેટલાક વિશેષ નિયમાં હોય છે. એઓ ક્યારેય સ્થાન વગેરે પણ કરતા નથી. કારણ કે એમને નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. શરીરને સજાવવું-શ્રૃંગારવું કે દેહભાવમાં આસક્ત બનવું એમની સાધના માટે અવરોધક નીવડે છે. * જૈન સાધુ-સાધ્વી અરસપરસ મળે છે ત્યારે “મન્થઐણ વંદામિ કહી એકબીજાનું અભિવાદન કરે છે. ‘મર્ત્યએણ વંદામિ’ એટલે ‘હું આપને પ્રણામ કરું છું.' સ્થાપનાચાર્યજી જૈન સાધુ-સાધ્વી પોતાની તમામ ધર્મપ્રક્રિયાઓ સ્થાપનાચાર્યજીની સમક્ષ કરતા હોય છે. શંખના નીચેના ભાગને વિશેષ આકૃતિ આપીને એમાં વિધિવત્ મંત્રોચ્ચારપૂર્વક પંચપરમષ્ઠિ ભગવંતોની સ્થાપના કરવામાં આવે છે એને પ્રતિષ્ઠિત કરાય છે. ત્યારબાદ રૂમાલ લપેટીને ચંદનની ૪ દાંડીઓના બનેલા એક વિશેષ સ્ટેન્ડ (વી) પર એને રાખવામાં આવે છે. આને ભગવાન અથવા સ્થાપનાયાર્યજીના નામે ઓળખાય છે. પ્રવચન વગેરેમાં આ સ્થાપનાયાર્યજીને સામે રાખવામાં આવે છે. દરેક સાધુ-સાધ્વીના સમૂહમાં આવ્યું હોવું અનિવાર્ય મનાયું છે... જ્યારે કેટલાક ઉપાશ્ચર્યામાં પણ આ રાખવામાં આવે છે. પદ-પ્રદાન ?
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy