SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાવરણીય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવાત્માએ જ્ઞાન અને જ્ઞાનીની આદર કરવો જોઈએ, તેમનો ઉપકાર માનવો જોઈએ. જાતે જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ, જ્ઞાનાભ્યાસ કરનારને જ્ઞાનના સાધનો આપી તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. જ્ઞાન અને જ્ઞાનીની પૂજા કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૨. જીવાત્મા દર્શનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે: સદ્ગુણ અને ગુણીજાની નિંદા કરવાથી, તે બંનેનો તિરસ્કાર અને અપમાન કરવાથી, ગુણીજાનો ઉપકાર ભૂલી જ્વાથી, ગુણીજાની ઇર્ષ્યા અને દ્વેષ કરવાથી, વીતરાગની વાણીમાં શંકા કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. દર્શનાવરણીય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવાત્માએ સદ્ગુણ અને ગુણીજનોનો આદર કરવો જોઈએ. ગુણીજનોના ગુણ પ્રત્યે અનુરાગ રાખવી જોઈએ. ગુણાનુરાગી બનવું જોઈએ. ગુણીજનોની સેવા, ભક્તિ કરવી જોઈએ. જિનેશ્વરની આજ્ઞા પાળવી જોઈએ, પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૩. જીવાત્મા મોહનીય છ પ્રકારે બાંધે છે: લાયઝાળ ગુસ્સો (કોંધ) કરવાથી, ખૂબ જ અભિમાન ઘમંડ રાખવાથી, ફૂડકપટ-માયા કરવાથી, તેમજ વ્યભિચાર કરવાથી વાત્મા માનીય કર્મ બાંધે છે. મોહનીય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવાત્માએ તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, ન કરવા જોઈએ. ધર્મના બહાના હેઠળ અધર્મનું સેવન ન કરવું જોઈએ. દરેક બાબતમાં સંયમ રાખર્વા જોઈએ. સદાચારી બનવું જોઈએ. ૪. જીવાત્મા અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધે છે: દાન આપવામાં વિઘ્નો ઉભાં કરવાથી, કોઈને મળતા લાભ ન લેવા દેવાથી, ખાવા-પીવામાં હરકતો ઉભી કરવાથી, વસ્ત્રો વગેરે વસ્તુઓનો ઉપોગ કરતા અટકાવવાથી, ધર્મ ધ્યાન કે ધર્મની આરાધના કરવામાં આડખીલી બનવાથી અંતરાય કર્મ બંધાય છે. અંતરાય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવાત્માએ ઉમળકાથી દાન આપવું જોઈએ, સાધર્મિક ભક્તિ કરવી જોઈએ, બીજા માટે ઘસાઈ છુટવું જોઈએ, તપશ્ચર્યા કરવી જોઈએ, ધર્મની આરાધના કરવી જોઈએ, આમ કરવાથી આ કર્મનો ક્ષય થાય છે. ૫. જીવાત્મા શાતા વેદનીય કર્મ ૧૦ પ્રકારે અને અશાતા વેદનીય કર્મ ૧૨ પ્રકારે બાંધે છે: તમામ પ્રકારના જીવો પર દયા લાવવાથી કરવાથી, તેમજ કોઈપણ પ્રકારનું દુ:ખ ન આપવાથી જીવાત્મા શાતા વેદળીય કર્મ બાંધે છે અને કોઈપણ જીવ ઉપર ત્રાસ ગુજારવાથી, તેને રડાવવાથી, તેની આંતરડી કળાવવાથી જીવાત્મા અશાતા વેદનીય કર્મ બાંધે છે, બંને પ્રકારના વંદનીય કર્મના બંધનમાંથી મુક્ત થવા માટે જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખવો જોઈએ. કોઈ પણ પ્રત્યે વૈરભાવ ન રાખવી જોઈએ. જીવમાત્રનું સુખ અને કલ્યાણ થાય તેવાં હૈયે ભાવ રાખવા જોઈએ. અને તે માટે નિષ્ઠાપૂર્વક નિ:સ્વાર્થ પ્રયત્નો કરવા જોઈએ. આમ કરવાથી આ કર્મો ક્ષય થાય છે. ૬. જીવાત્મા આયુષ્ય કર્મ ૧૬ પ્રકારે બાંધે છે: જીવાત્મા છએ કાયના જીવોની સદા હિંસા થાય તેવા કામ કરે, બિનજરૂરી મોટા પાયા પર સંઘરાખોરી કરે, માંસાહાર કરે, પંચેન્દ્રિય જીવોની હિંસા કરે તો નરકનું આયુષ્ય બાંધે છે. જીવાત્મા કપટ સહિત જૂઠું બોલે, વિશ્વાસઘાત કરે, હડહડતું જૂઠ બોલે, ખોટાં તોલ-માપ રાખે તો તિર્યંચ (પશુ-પંખી) નું આયુષ્ય બાંધે છે, જે જીવાત્મા સ્વભાવે નિષ્કપટી હોય, વિનયી-વિનમ્ર હોય, દયાળુ હોય, ઇર્ષા રહિત હોય તે મનુષ્યનું આયુષ્ય બાંધે છે. અને જે જીવાત્મા સંયમ પાળે-સાધુ થાય, શ્રાવકનાં વર્તાનું પાલન કરે, જ્ઞાનરસ્તિ તપ કરે, પરવાપણે દુ:ખ સહન કરે પણ સમભાવ રાખે તો દેવતાનું આયુષ્ય બાંધે છે. ५१
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy