SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જિનની ઓળખ જૈન ધર્મના આદ્ય પ્રરૂપક છે, જિબ, જિન એટલે વિજેતા. માનવ જીવનનું પરમ અને પરમ લક્ષ્ય ધ્યેય છે મોક્ષ. મોક્ષની સાધનામાં રાગ અને દ્વેષ પ્રચંડ બાધક અને અવરોધક છે. આત્માને અનંતીવાર જનમ-મરણની ઘમ્મર ઘૂમરડીમાં ઘૂમાવતા આ બે-રાગ અને દ્વેષ ભયંકર આંતરિક શત્રુઓ છે. રાગ અને દ્વેષ વ્યક્તિ વિશેષ નથી. તે બંને મોભાવ છે. વિચાર અને વૃત્તિ છે. અંતર સાથે તેનો સંબંધ હોવાથી તેને આંતરિક કહ્યા છે. રાગના વિચાર અને દ્વેષના વિચાર આત્માને દૂષિત અને દોષિત બનાવે છે. શત્રુનું તે કામ કરતા હોવાથી તેને શત્રુ ગણવામાં આવ્યા છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે પણ આંતરિક શત્રુઓ છે. પરંતુ એ બધા જ શત્રુઓ રાગ અને દ્વેષનો વંશ-વિસ્તાર છે. આ બધા જ આંતરિક શત્રુઓ પર જેમણે સંપૂર્ણ અને સર્વથા વિજય મેળવ્યો છે, તેમને ‘જિન’ કહેવાય છે. તે અન્ય નામોથી પણ ઓળખાય છે. આ પ્રમાણેઃ * અરિહત ૐ : આંતરિક શત્રુઓને હણનાર. : પૂજ્યાતિપૂજ્ય. - રાગ અને ષથી રહિત. અર્હત્ * વીતરાગ * સર્વજ્ઞ * પરમેષ્ઠિ * સર્વદર્શી : તમામ પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જોનાર કેવળદર્શી. જિનેશ્વરોએ સ્વયં જીવીને આત્મસાધનાનો જે માર્ગ બતાવ્યો, તે માર્ગ આત્મસાધો માટે આરાધ્ય ધર્મ બની ગયો. જિનો/જિયોએ એ ધર્મની પ્રરૂપણા કરી, તેથી તેનું નામ પડ્યું જિન ધર્મ. જિનારાના ભક્તો અને અનુયાયીઓ તેમના ધર્મનું પાલન કરે છે, એથી તે આજ જૈન ધર્મ'ના નામે પ્રચલિત અને પ્રતિષ્ઠિત છે. આ ધર્મનું આરાધન અને પાલન હર કોઈ કરી શકે છે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, દેશ, વેષનું તેમાં કોઈ બંધન નથી. તેની સાધનાનો દ્વાર સૌ માટે સદાય ખુલ્લાં રહે છે. જૈન ધર્મનો વિકાસક્રમ : તમામ પદાર્થ અને પર્યાયને, વિચાર અને વૃત્તિને જાણનાર કેવળજ્ઞાની. - પરમપદ મોક્ષને ઉપલબ્ધ. જૈનધર્મ વિશ્વના તમામ ધર્મોમાં એકદમ સ્વતંત્ર અને અલગ તરી આવે છે... જૈનધર્મ પાસે પોતાની મૌલિક વિચારધારા છે... મૌલિક તત્ત્વજ્ઞાન છે... ઉછીનું, ઉધારાનું નહીં! વરસો જુની પરંપરામાં કસાર્યલી, સચવાયેલી આચાર, વ્યવસ્થા છે. આ ધર્મની નિરાળી વિચાર-વ્યવસ્થા છે, સમજણ છે. અનેકાન્તવાદની એક એવી અનોખી દૃષ્ટિ છે કે જેના માધ્યમથી વિશ્વના પ્રત્યેક પદાર્થને તદ્દન નવા જ છતાંયે બિલકુલ સાચા આયામમાં જોઈ-જાણી શકાય છે! જૈન ધર્મના પ્રારંભની કોઈ ચોક્કસ તિથિ કે તારીખ નથી. તેના આદ્ય પ્રવર્તક તરીકે કોઈ એક વિશેષ વિભૂતિ પણ નથી. કાળનું મૂળ કહી શકાય તો જૈન ધર્મનું મૂળ બતાવી શકાય. જૈન ધર્મ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કાળની અપેક્ષાએ જે સામુહિક પરિવર્તન થાય છે, તેને ક્રમ-વિનાશવાદ કે ક્રમ-વિકાસવાદ કહે છે. કાળના પરિવર્તન સાથે ક્યારેક ચડતી થાય છે, ક્યારેક પડતી થાય છે. કાળનો વિભાગ ચડતી અને પડતી, વિકાસ અને વિનાશની અપેક્ષાએ કાળના બે મુખ્ય ભાગ છેઃ ૧. અવસર્પિણી અને ૨. ઉત્સર્પિણી. અવસર્પિણી કાળ એટલે પડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વર્ગની ક્રમશઃ પડતી થાય છે. ઉત્સર્પિણી કાળ એટલે ચડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વર્ગની ક્રમશઃ ચડતી થાય છે. આ ચડતી-પડતી સમૂહની અપેક્ષાએ થાય છે, વ્યક્તિની અપેક્ષાએ નહિ, અવસર્પિણી કાળ ચરમ કક્ષાએ પહોંચે છે ત્યારે ઉત્સર્પિણી કાળનો પ્રારંભ થાય છે. અને ઉત્સર્પિણી કાળનો અંત એ અવસર્પિણી કાળનો પ્રારંભ છે. આ કાળચક્ર (Wheel of Time) ક્રમશ: ઘૂમતું રહે છે. ‘આરા’ની વ્યવસ્થા ઉપર્યુક્ત કાળચક્રના દરેકના છ છ ભાગ ખંડ હોય છે. તેને ‘આરા' કહે છે: ५
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy