SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યના પાવાપુરી ગામમાં નિર્વાણ પામ્યા. ભગવાન આ દિવસે સલ કર્મથી મુક્ત અને સિદ્ધ, બુદ્ધ થયા. નિર્વાણના આગલા દિવર્સ કાળી ચૌદસે ભગવાને આખો દિવસ ધર્મોપદેશ આપ્યો. તેમની આ અંતિમ ઉપદેશ ‘ઉત્તરાધ્યયન’ નામના સૂત્રમાં આજે ઉપલબ્ધ છે. કાળીચૌદસ અને અમાવસ્યા આ બે દિવસો દરમ્યાન આ ‘સૂત્ર’નું વાંચન-શ્રવણ કરવામાં આવે છે. અમાવાસ્યાની રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જાપ અને તેમનું ધ્યાન કરવામાં આવે છે. મધ્યરાત્રિએ દેવવંદન (વિશેષ પ્રાર્થના) કરવામાં આવે છે. એવી જ રીતે વહેલી સવારે (કારતક સુદ ૧ ના દિવસે) ગૌતમસ્વામીના જાપ-આરાધના તથા દેવવંદન કરવામાં આવે છે. નિર્વાણની બીજી સવારે કારતક સુદ એકમના ભગવાનના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમસ્વામીને પૂર્ણ જ્ઞાન ઉપલબ્ધ થયું. આમ વરસના અંતિમ ત્રણ દિવસ્તુએ મહત્ત્વની ઘટનાઓ બની હોવાથી તેની સ્મૃતિમાં ભાવિકો ત્રણ દિવસની ઉપવાસ સહ આરાધના કરે છે. નવા વરસના પ્રથમ દિવસે કારતક સુદ એકમની સવારે જૈનો શ્રીગુરુ ભગવંતોના શ્રીમુખેથી માંગલિક સ્તોત્રો (નવસ્મરણ) અને ગૌતમસ્વામીના રાસનું શ્રવણ કરે છે. ભાઈબીજ શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણથી તેમના મયભાઈ રાજા નંદિવર્ધન શોકાકુળ બની ગયા. તેમની બહેન સુદર્શનાએ મોટાભાઈને પોતાના ઘરે લઈ આવીને તેમને હૂંફ અને હામ આપ્યા. એ દિવસ કારતક સુદ બીજનો હતો. આ બીજ આ પ્રસંગથી ભાઈબીજ તરીકે મનાય છે. ‘રક્ષાબંધન’ના તહેવારમાં બહેન ભાઈને ત્યાં જાય છે, તેમ આ ભાઈબીજના દિવસે ભાઈ બહેનને ત્યાં જાય છે. જ્ઞાનપંચમી દર વરસે કારતક સુદ પાંચમનો દિવસ જ્ઞાનપર્વ તરીકે આરાધવામાં આવે છે. જ્ઞાનની ઉપાસના અને આરાધના માટે આ પર્વનું ખાસ આયોજન કરાયું છે. આ દિવસે ભાવિકો ઉપવાસ સહ પૌષધ કરે છે. જાપ, ધ્યાન નૂતન અધ્યયન વગેરે કરે છે. આ દિવસે ઘણે સ્થળ પ્રાચીન-અર્વાચીન ગ્રંથોનું જાહેર પ્રદર્શન કરાય છે. ભાવિકો જ્ઞાનપૂજન કરે છે. જ્ઞાનભંડારોમાં રહેલા ગ્રંથોનું પ્રમાર્જન, સંરક્ષણ, જાળવણી વર્ગરે પણ કરવામાં આવે છે. આષાઢી ચતુર્દશી આષાઢ સુદ ચૌદશના દિવસે ચાતુર્માસનો પ્રારંભ થાય છે. જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી ચાર મહિનાનો સ્થિરવાસ કરે છે. આ દિવસથી માંડીને કારતક સુદ ૧૪ સુધી તેઓ ગામ બહાર ક્યાંય ન જતાં. એક જ સ્થાનમાં રહે છે. આ દિવસથી સ્થાનિક સંઘોમાં સાધુ-સાધ્વીની પુનિત નિશ્રામાં નિત્ય ધર્મની આરાધના થાય છે. ભાવિકો આ ચાર મહિનામાં વિશેષ તપ-ત્યાગ કરે છે. અને અન્ય ખાસ યાતુર્માસિક આયારસંહિતાનું પાલન કારતક પૂર્ણિમા આ દિવસે ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે. ચોમાસાના ચાર માસ લગાતાર સ્થિરવાસ રહેલા જૈન સાધુ-સાધ્વીઓ આ દિવસથી પોતાની વિહારયાત્રાનો શુભારંભ કરે છે. આ દિવસે સુપ્રસિદ્ધ જૈન તીર્થ શત્રુંજય (પાલીતાણા)ની યાત્રાનું ખૂબજ મહત્ત્વ મનાય છે. આથી હજારો ભાવિકો ત્યાં આ દિવસે યાત્રાએ જાય છે. આ યાત્રાના પ્રતીકરૂપે દરેક ગામમાં શત્રુંજયના પટનું જાહેર દર્શન યોજાય છે. સ્થાનિક ભાવિકો કારતક પૂનમે આ પટના દર્શન કરવા જાય છે. ત્યાં ચૈત્યવંદન, દેવવંદન, સ્તવના, ૨૧ ખમાસમણા વગેરે આરાધના કરે છે. આ દિવસે ગુજરાતના પરર્મોપકારી, પરમજ્ઞાની અને પ્રભાવક જૈનાચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજીનો જન્મ દિવસ છે. આથી તેમાં પણ ગુણાનુવાદ કરવામાં આવે છે. મૌન એકાદશી માગસર સુદ ૧૧બી, જૈનો 'મૌન એકાદશીના પર્વ તરીકે આરાધના કરે છે. આ દિવસે દોઢસર્સ્ટ જિનેશ્વરના જન્મ, દીક્ષા, પૂર્ણજ્ઞાન, નિર્વાણ આદિ વિશિષ્ટ પ્રસંગો બધ્ધા છે આથી તેનો મહિમા અને મહત્ત્વ છે. આ દિવસે ભાવિકો તપ સાથે વ્રત કરે છે. આખા દિવસનું પૂર્ણ મૌન રાખે છે અને જાપ, ધ્યાન આદિ સાધનામાં ३७
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy