SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેથી અષ્ટપ્રકારી પૂજા કરવી. ૩. દરરોજ સાંજે દેરાસરમાં જઈને પરમાત્મા સમક્ષ આરતી અને મંગળદીવો કરવાં. આરતી કરવાથી અંતરનો અવસાદ-વિષાદ દૂર થઈ જાય છે. ૩. વંદનક પૂજ્ય સાધુ-સાધ્વી આદિ ગુરૂજનોનો વિધિપૂર્વક વિનય કરવો. તેમનું બહુમાન કરવું. ઉલ્લસિત હૈયે તેમને વંદન કરવું. આત્મસાધનામાં સહાયક જરૂરી ચીજ-વસ્તુઓ આપવી. વસ્ત્ર-પાત્ર અને આહાર-પાણી આદિ આપીને તેમની ભક્તિ કરવી. તેમની સેવા-સુશ્રુષા કરવી. તેમના પાસેથી ધર્મોપદેશ સાંભળવો અને આત્મસાધના માટે માર્ગદર્શન મેળવવું. ૪. પ્રતિક્રમણ દિવસ કે રાત દરમિયાન જાણતાં કે અજાણતાં જે કંઈ ભૂલો થઈ હોય, પાપનું સેવન થયું હોય તેની નિંદા આલોચના કરવી અને બાહ્ય વૃત્તિ અને પ્રવૃત્તિમાં પરોવાયેલા આત્માને ભીતર પરમાત્મા તરફ વાળવો ને સ્થિર કરવો. આમ પાપથી પાછા હટવાની ક્રિયાને પ્રતિક્રમણ કહે છે. ૧. સવારમાં કરાતા પ્રતિક્રમણને રાત્રિક પ્રતિક્રમણ, ૨. સાંજે કરાતા પ્રતિક્રમણને દૈવસિક પ્રતિક્રમણ, ૩. પંદર દિવસે કરાતા પ્રતિક્રમણને પાક્ષિક પ્રતિક્રમણ, ૪. ચાર મહિને કરાતા પ્રતિક્રમણને ચોમાસી પ્રતિક્રમણ, ૫. અને દર વરસે સંવત્સરીના દિવસે કરાતા પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિક્રમણ કહે છે. ૫. કાયોત્સર્ગ શરીરને સુસ્થિર કરીને એકાગ્ર ચિત્તે, મૌનપણે આત્માનું ધ્યાન ધરવું તેને કાયોત્સર્ગ કહે છે. દેહની આસક્તિ અને મમત્વ છોડવા માટે, દેહભાવના ઢંઢોમાંથી મુક્ત થઈને આત્મભાવમાં સ્થિર થવા માટે કાયોત્સર્ગ ધ્યાન ઉપયોગી અને અવશ્યકરણીય છે. દરરોજ નિયત સ્થાને અને નિયત સમયે, અમુક સમય માટે કાયોત્સર્ગ કરવો જોઈએ. આ ઉપરાંત જાતજાતની આંતર-બાહ્ય આફતો અને મુશ્કેલીઓ વચ્ચે મનોબળને મજબૂત બનાવવા, ટકાવી રાખવા માટે પણ કેટલાક વિશિષ્ટ કાયોત્સર્ગ બતાવવામાં આવ્યા છે. ૬. પ્રત્યાખ્યાન કંઈક ત્યાગ કરવાનો નિયમ લેવો તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન માટે “પચ્ચક્ખાણ' શબ્દ વપરાય છે. પ્રતિજ્ઞા દ્વારા જીવનને સંયમિત બનાવવું. વ્યક્તિની શક્તિ અને ક્ષમતા, રસ અને રૂચિ તેમજ પરિસ્થિતિ અનુસાર પ્રત્યાખ્યાન-પ્રતિજ્ઞા કરી શકાય છે. આને પચ્ચક્ખાણ કરવું પણ કહેવાય છે. દયા-અનુકંપા દુ:ખી જીવો પ્રત્યે દયા દાખવીને તેમનાં દુ:ખોને દૂર કરવાનો પ્રયત્ન કરવો. જીવન-જરૂરિયાતવાળા માણસોને યથાશક્ય સહયોગ આપીને તેમના દુઃખો હળવાં કે દૂર કરવાં. પશુઓને ચારો નીરવો, પંખીઓને ચણ નાંખવી, પાણી પીવડાવવું. જીવદયા એ તો ધર્મનો પાયો છે. દયાવિહોણો ધર્મ એ ધર્મ નથી! દયાવિહીન હૈયાની કઠોર ધરતી પર ધર્મનાં કોમળ ફૂલો ખીલવા સંભવ નથી. સ્વાધ્યાય દરરોજ સમયની અનુકુળતા મુજબ ધર્મગ્રન્થોનું વાંચન કરવું. ધર્મના તત્વો પર ચિંતન-મનન કરવું. પોતાના આત્માની ઓળખ થાય, આત્મા વિમળ અને વિશુદ્ધ બને, જીવન ઉર્ધ્વગામી થાય તેવાં પુસ્તકો, ગ્રન્થોનું વાંચન કરવું. અલબત્ત પુસ્તક કે ગ્રન્થોના સ્વાધ્યાયના માધ્યમથી ખરેખર તો આપણે સ્વ-અધ્યાય.. આત્માને સમજવાની યાત્રા કરવાની છે. પ્રાર્થના સવારની પ્રાર્થના દરરોજ સવારે ઊઠતાંની સાથે જ ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૦૮ નવકાર ગણવા જોઈએ. १६
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy