SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર શિક્ષાવ્રત અને તેના અતિચાર ૧. સામાયિક વ્રત અડતાલીસ મિનિટ સુધી મન, વચન અને કાયાથી થતાં પાપોનો ત્યાગ કરીને, નિર્દોષ ને નિર્મળ એક આસને બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ આદિ કરવાનું વ્રત અનુષ્ઠાન. અતિચાર ૧. મનથી સંકલ્પ-વિકલ્પ કરવા, ખરાબ વિચાર કરવા. ૨. વાણીથી અસત્ય, અપ્રિય, કે અયોગ્ય બોલવું. ૩. શરીરથી અનુચિત ને નિંદા પ્રવૃત્તિ કરવી. ૪. સામાયિકની સમય-મર્યાદા ભૂલી જવી. ૫. અવિધિથી સામાયિક લેવું-પાળવું. પ્રથમ શિક્ષાવ્રતના આ પાંચ અતિયારનો ત્યાગ કરવો. ૨. દેશાવગાસિક વ્રત પ્રથમનાં આઠ વ્રત આજીવન પર્યન્તના છે. પરંતુ એ વ્રતમાં રાખેલી છૂટછાટીને એક દિવસથી માંડી વધુ દિવસ માટે નિયંત્રિત કે મર્યાદિત કરવાનું વ્રત. અથવા, અડતાલીસ મિનિટથી વધુ સમય માટે પાપની વૃત્તિ અને પ્રવૃત્તિનો ત્યાગ કરીને એક નિર્દોષ આસને બેસીને સ્વાધ્યાય, ધ્યાન, જપ આદિ કરવાનું વ્રત. અતિચાર ૧. સંદેશા કે ઈશારાથી મર્યાદિત ક્ષેત્રની બહારથી કોઈ ચીજ-વસ્તુ મંગાવવી. ૨. મર્યાદિત ક્ષેત્રની બહાર કોઈ માણસ દ્વારા કંઈ બહાર મોકલવું, ૩. ખોખારા આદિ વૈષ્ણ-હાવભાવથી પોતાના મીભાવ જણાવવા. ૪. ડોકિયાં કરીને કે ઇશારા કરીને મર્યાદિત ક્ષેત્રની બહાર પોતાના મનની વાત જણાવવી. ૫. ચીજ-વસ્તુ ફેંકીને ઇશારા કરવા, સંકેત કરવી. બીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૩. પૌષધીપવાસ વ્રત જે ક્રિયા કરવાથી આત્મસાધનાને પુષ્ટિ અને પ્રોત્સાહન મળે તેને “પૌષધ કહે છે. ઉપવાસ એટલે આત્મચિંતન સાથે આખો દિવસ નિરાહાર રહેવું. સાંસારિક કાર્યો અને વ્યવહારોથી નિવૃત્ત થઈને ૧૨ કે ૨૪ ક્લાક માટે કે તેથી વધુ દિવસો માટે પ્રતિજ્ઞાપૂર્વક કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ કરવાનું વ્રત. અતિચાર ૧. સાધનાના સ્થળ, પહેરવાના-વાપરવાના વસ્ત્રીનું આંખો વડે બરાબર નિરીક્ષણ ન કરવું અથવા બંદરકારી પૂર્વક નિરીક્ષણ કરવું. ૨. રહેવાના સ્થળ અને કામળી આદિ વસ્તુઓનું ચરવળા વગેરેથી પ્રમાર્જન ન કરવું અથવા બેદરકારીથી પ્રમાર્જન કરવું. ૩. આવવા જવાનો રસ્તો અને એ જગ્યાનું પ્રમાર્જન-નિરીક્ષણ ન કરવું અથવા બેદરકારીપૂર્વક પ્રમાજન કરવું. ૪. મળ-મૂત્ર વિસર્જનની જગ્યાનું નિરીક્ષણ ન કરવું અથવા બેદરકારીપૂર્વક નિરીક્ષણ કરવું. ૫. વિધિપૂર્વક પૌષધ ન કરવો અથવા અવિધિથી પૌષધ કરવા. ત્રીજા શિક્ષાવ્રતના આ પાંચ અતિચારનો ત્યાગ કરવો. ૪. અતિથિસંવિભાગ વ્રત સાધુ-સાધ્વીઓને તેમજ સાધર્મિકોને યથાશક્ય આહાર-પાણી તેમજ જીવન-જરૂરિયાતની ચીજવસ્તુઓ પ્રેમ અને આદરપૂર્વક નિરપેક્ષ અને નિ:સ્વાર્થભાર્વ આપવાનું વ્રત. અતિચાર ૧. સાધુ-સાધ્વી અને સુપાત્રને આપવા યોગ્ય આહારાદિ પર સજીવ વનસ્પતિ આદિ મૂકવાં. (જેથી તેઓ તેનો સ્વીકાર ન કરે.) १४
SR No.009227
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2004
Total Pages69
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size435 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy