SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ધાર્મિક વહીવટ વિચાર વિચાર ગામડામાં વાસક્ષેપ પૂજાના વિધાન સુધી પહોંચેલ છે. આ વાત સમજતા પંડિતજનોને ક્ષણની પણ વાર લાગે તેમ નથી. આપણે એવું બને તેમ નથી ઇચ્છતા, પરંતુ પૂજારીનાં યુનિયનો થતાંની સાથે તેમના દ્વારા જે હાહાકાર મચવાનો છે તે જોઈને આજના ઠરાવના વિરોધીઓને પણ ફેરવિચારણા કર્યા વિના છૂટકો થવાનો નથી એમ સ્પષ્ટ લાગે છે. પણ અગમનાં એંધાણ આજથી પરખાય તો સારું. મોડું સમજાતાં ઘણું ખોટું થઈ ચૂક્યું હશે. મોગલોથી જિનમંદિરની રક્ષા કાજે જિનમંદિરોને મસ્જિદનો આકાર આપી દેવા જેટલી દીર્ઘદૃષ્ટિ આપણે પણ અપનાવવી પડશે. અન્ય ગચ્છની સાધ્વી-સંસ્થાની થયેલી ખરાબ હાલતમાંથી પૂ. સેનસૂરિજી મ.સા. ની અગમચેતીમાંથી ઉત્પન્ન થયેલા પટ્ટકે આપણા તપાગચ્છને આ આપત્તિમાંથી ઉગારી લીધો છે. અહીં પણ એક સુંદર વાત જણાવી દઉં કે પૂજારીઓ દ્વાર થતી ઘોર આશાતનાનું નિવારણ કરવું હોય તો જૈન સંઘોએ ફરી તે વંશપરંપરાગત પૂજારીઓનાં વર્તમાન સંતાનોને શોધી કાઢવાં જોઈએ. તેમને માટે જિનપૂજા વિધિની તાલીમ-શાળા સ્થાપવી જોઈએ અને ખૂબ સારો પુરસ્કાર માસિક રૂપે આપીને તેમની સાથે પોતાના સગા ભાઈની જેવો વ્યવહાર કરવો જોઈએ. આ માટે કદાચ એકાદ ક્રોડ રૂપિયાના ભંડોળની જરૂર પડે. પણ ધનાઢ્ય શ્રીમંતોને તેમના ધર્મગુરુઓ આ વાત સમજાવશે ક્યારે ? આનો અમલ કરાવશે ક્યારે ? ખેર, હજી પણ જાગ્યા ત્યારથી સવાર સમજીને આ કામ ત્વરિત ગતિએ તપાગચ્છના સર્વોચ્ચપદે બિરાજતા અગ્રણી આચાર્યો ઉપાડી લે તો ખૂબ સુંદર ગણાય. પણ હજીય તેવું કાંઈ જ કરવું ન હોય અને માત્ર સંઘર્ષની હવા ફેલાવતો અખબારી કે અદાલતી જંગ જીવંત રાખવો હોય તો પછી કશું કહેવાનું રહેતું નથી. સંઘર્ષના કોઈ પણ મુદ્દા સાથે રચનાત્મક સમાધાન પણ ગર્ભિતપણે જોડાયેલું છે, એ માર્ગ આવી બાબતોમાં શું ન અપનાવી શકાય ? * સંમેલનના ઠરાવનો વિરોધ કરતા મહાનુભાવો જો શાસ્ત્રાધારો આપીને અથવા અમુક સ્થળે ઠરાવોની પાછળની પૂર્વભૂમિકા અને તેના આશયોને ખ્યાલમાં લઈને જો “સંપૂર્ણ એકતા સાધવામાં સહાયક બને તો એવું સંગઠન સધાશે જેના દ્વારા જૈનશાસનનો જયજયકાર થશે. અને....જો તેથી વિપરીત પરિસ્થિતિ સંઘર્ષમયતાની ઊભી કરાશે તો જિનશાસનનું પારાવાર અહિત થશે.
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy