SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી જે વ્યાજ ગણાતું હોય તે પણ અવશ્ય ભરવું જોઈએ, અન્યથા વ્યાજ-ભક્ષણનો દોષ લાગે. ૧૪૧ આજે આ બાબતમાં બેદરકારી થતી જોવા મળે છે. ધંધાઓમાં ભારે ઉથલપાથલ થતી હોવાથી કાલનો કરોડપતિ આજે ભિખારી બની જાય છે. આ સ્થિતિમાં તરત ત જ રકમ ભરપાઈ કરવી જોઈએ. સંઘ તરફથી રકમ ભરવાની જે મુદત જાહેર થઈ હોય તે મુદત સુધી વ્યાજ વિના રકમ ભરી શકાય. પણ મુદત પૂરી થયાના બીજા જ દિવસથી વ્યાજનું મીટર ચાલુ થઈ જાય. જે લોકો ઉછામણી આદિની રકમ ભરી ન શકે તેની સંઘે ચોપડે માંડવાળ કરવી ન જોઈએ. જો તેના નામે રકમ ઉધાર બોલાતી રહેશે તો તે વ્યક્તિ અથવા તેના વંશવારસો પણ સુખી થતાં વ્યાજ સાથે પૂરી રકમ જમા કરાવી શકશે. ઉછામણીની કે આજે તો લગભગ એવું જોવા લખાવેલી રકમોમાંથી કેટલાક દાતાઓ તે રકમો કદી ભરતા નથી. કેમ કે, દુનિયામાં, પોતાને “દાનાવીર” દેખાડવા માટે કેટલાક લોકો જાહેરમાં રકમો લખાવતા હશે કે મોટી ઉછામણી બોલતા હશે. મળે છે. આ લોકો કેટલા ભયંકર પાપમાં પડતા હશે ? કોણ તેમને આ વાત સમજાવી શકે ? સવાલ : [૧૩]ઉછામણીની રકમ મોડામાં મોડી કેટલા સમયમાં ભરી દઈએ તો વ્યાજ ભરવું ન પડે ? જવાબ : શ્રી સંઘે જે મુદત-વ્યાજબી રીતે-(મોડી નહિ.) ઠરાવી હોય તે મુદત સુધીમાં ૨કમ ભરાઈ જાય તો તેનું વ્યાજ ભરવાનું ન રહે. કેટલાક સંઘો ભા.સુ. પાંચમની તો કેટલાક દિવાળીની કે કાર્તિક પૂર્ણિમાની મુદત નક્કી કરતા હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન જે રકમ ઉછામણી કે ભેટરૂપે દેવાની નક્કી થઈ હોય તે રકમ તે મુદતમાં ભરી દેવાથી વ્યાજમુક્તિનો લાભ મળે. ખરેખર તો મુદતની રાહ ન જોતાં તરત જ-તે જ દિવસે-૨કમ ભરપાઈ કરી દેવી એ જ અત્યન્ત યોગ્ય ગણાય. શા માટે થોડાક પણ દિવસનું વ્યાજ સંઘે જવા દેવું ?
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy