SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી સર્વનાશ દેખતી વિશ્વની સરકારો ભેગી મળીને ઑક્સિજન(વનસ્પતિથી) અને ઊર્જા(છાણ-મૂતરમાંથી) મેળવવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. આમ થતાં સમગ્ર પ્રાણીઓને અને વનસ્પતિને આખા વિશ્વ તરફથીમાનવજાત તરફથી-અભયવચન મળી જશે એવી કલ્પના કેવી લાગે છે? આપણે ઇચ્છીએ કે જલદીમાં જલદી આનંદના એ દિવસો અવતરે સવાલ : [૧૩૧] જીવદયાની રકમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો માર્ગ કયો ? ૧૩૯ જવાબ : પરંપરાગત રીતે કતલમાં જતા જીવોને ‘અભય’ દેવાનો રસ્તો શ્રેષ્ઠ ગણાય. પરંતુ બદલાએલા વાતાવરણમાં જીવદયા માટે લડાતા કોર્ટોના કેસોમાં વકીલો વગેરેને દેવાની ફી આદિમાં વાપરવાનો રસ્તો શ્રેષ્ઠ ગણાય, કેમ કે એક પણ કેસમાં જીત થાય તો લાખો જીવોને અભયવચન મળી જાય. રસ્તેથી પસાર પતા કેમ ભુલો માંરાન પમળ ને સાધી કાંનો કાર્યવાહી દ્વારા પાંજરાપોળોમાં મૂકી દેવાં. પછી તેના માલિકો કેસમાં સાબિત કરે કે તે ગાય વાછડાં વગેરે કતલખાને લઈ જવાતાં ન હતાં: ઘાસચારાવાળા પ્રદેશમાં જ લઈ જવાતાં હતાં તો તે ઢોરો તેમને પરત મળે. પરંતુ તેટલા દિવસના દરેક ઢોર દીઠ સાત રૂપિયા તેમણે પાંજરાપોળને ચૂકવવાના રહે. આ જજમેન્ટને લીધે એક જ જીવદયાપ્રેમી માલેગામ (જિ. નાસીક) ના શ્રી કેસરીચંદ મહેતાએ અનેક સ્થળે ટ્રકોને રોકીને જે અઢાર હજાર ઢઢોરો પકડી લીધાં હતાં તે તમામને અભયદાન મળી ગયું. ટૂંકમાં સપ્લાય થતા ઢોરમાલિકો પ્રાયઃ કસાઈઓ જ હોય છે; સાચા વણઝારા નહિ. વળી રોજના ઢોર દીઠ સાત રૂ. ભરવાની તેમની શક્તિ પણ હોતી નથી. એટલે તે લોકો ભાગી છૂટે છે. કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા પણ નથી. આટલો મોટો લાભ એક જ કેસ જીતવામાં થઈ જતો હોય છે. આવા કેસરીચંદભાઈ તેમજ પોતાનું બલિદાન આપનારાં ગીતાબેન જેવા સેંકડો કાર્યકરો તૈયાર થાય તો લાખો જીવોને અભયદાન મળે. સવાલ : [૧૩૨] જીવદયાના રૂપિયા અનુકંપા ખાતે લઈ જવાય કે નહિ? 4
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy