SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક વહીવટ વિચાર ભા.સુ. બીજના દિવસે પરમાત્મા મહાવીરદેવના ચરિત્રવાંચનમાં તેમણે ગરીબ માણસને વસ્ત્રદાન કર્યાનું સાંભળવા મળે છે. તોભાદરવા સુદ એકમના દિવસ સુધીમાં જૈનોએ ઘરનાં તમામ જૂનાં વસ્ત્રાદિ સંઘની પેઢી ઉપર આપવા જોઈએ. તેઓ જો નવાં રેડીમેડ વસ્ત્રો વેચાતાં લાવીને આપે તો તે વસ્ત્રો ગરીબ સાધર્મિકોને પણ વહેંચી શકાય. જો સંઘના યુવકો ભા.સુ. એકમ સુધીમાં ચારે બાજુ ફરી વળે તો ટ્રકો ભરીને પણ વસ્ત્રો મળવાની શકયતા ખરી. આ વસ્ત્રોનું વર્ગીકરણ કરીને યુવકોએ ઝૂંપડપટ્ટીઓમાં ફરી વળવું જોઈએ. પરમાત્મા મહાવીરદેવના નામની જય બોલતાં અને બોલાવતાં વસ્ત્રોનું વિતરણ થાય તો જૈનધર્મની જબરી પ્રભાવના (પ્રશંસારૂપ) થાય. ૧૩૨ આ કાર્ય ભારતભરના જૈન સંઘોમાં શરૂ થાય તો અદ્ભૂત પરિણામ એવા સવાલ ! (૧૨૩) ૨૫ અને ઉપાદેય અનુષા કઈ કઈ છે? V : જવાબ : જે અનુકંપાની પાછળ મોટા આરંભ, સમારંભ રહેલા હોય અથવા જ્યાં મોટી હિંસાઓ થતી હોય તેવી અનુકમ્પાઓ હેય કક્ષાની ગણાય. તેની વિરુદ્ધની અનુકંપાઓ ઉપાદેય ગણાય. કયારેક જિનશાસનની સંભવિત હીલનાના નિવારણ માટે, ઔચિત્ય ખાતર, કોઈ વિશિષ્ટ સંયોગ ઊભા થાય ત્યારે વિદ્યમાન સુવિહિત ગીતાર્થોની સલાહને પ્રમાણભૂત કરી ચાલવું જોઈએ. સવાલ : [૧૨૪] સાધર્મિક ખાતાની કે સાધારણ ખાતાની રકમમાંથી અજૈન ગરીબ લોકોની અનુકંપા થાય કે નહિ ? જવાબ : ના, ન થાય. સાત ક્ષેત્રોના ઊંચા, ખાતાની રકમ નીચેના ખાતે ન જાય, સાધારણ ખાતું એટલે સાત ક્ષેત્રોનું સાધારણ ખાતું, એવી સામાન્ય રીતે સમજ હોય છે. આથી સાધારણ ખાતાની રકમ સાત-ક્ષેત્ર સિવાયના ખાતામાં ન જાય. જો સાધારણ ખાતાને બદલે શુભ (સર્વસાધારણ) ખાતું ઊભું કરાય-તો તે ખાતાની ૨કમ ૭ + ૭=૧૪ ક્ષેત્રોમાં જાય. તે સાત ક્ષેત્ર સિવાયનાં અન્ય પણ શુભકાર્યોમાં વપરાય. ના....પોતાની કે પોતાના કુટુંબાદિની યાત્રાદિ કરવામાં આ રકમ વાપરવી ન જોઈએ.
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy