SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક વહીવટ વિચાર ૧૨૦ પહેલાં આટલું જાણવું જોઈએ કે હવે જૈન કુટુંબો ગામડાઓમાં વસવાટ કરવા તૈયાર થતાં નથી : તેનાં કારણો આ છે. (૧) ગામડાની દીકરીને (જડ ગણાય તેથી) મુરતીઓ ન મળે. મુરતીઆને કન્યા ન મળે. (૨) બાળકનો સારું શિક્ષણ ન મળે. (૩) વાણિયાની કોમને બી.સી. વગેરે પ્રકારના લોકો અનેક રીતે સતાવે છે. ઉધારિયું લઈ જાય, બિલોની રકમ ભરે નહિ, ૨મારપીટ કરે, પરેશાન કરે. (૪) સારા સાધર્મિકોનો સહવાસ ન મળે. (૫) ધંધાપાણી ઝાઝાં ચાલે નહિ. (૬) મોટી માંદગીમાં ડૉક્ટરોની વિશિષ્ટ સગવડતા ન મળે. સવાલ : [૧૦૧] જૈનોને આર્થિક રીતે વધુ ને વધુ મદદગાર થવાનો ઉપદેશ જૈન શ્રીમંતોને આપવો ન જોઈએ ? જવાબ : ભાઈ ! દરેક વસ્તુ મર્યાદામાં શોભે. હાલમાં ચારે બાજુથી વિવિધ રીતે નબળા જૈનોની સાધર્મિક ભક્તિ થઈ જ રહી છે. જો આ વાતને વધુ ઝોક અપાશે તો અમારો તો કદાચ એવા એવા જૈનો પાંગળા બનવા લાગશે. જૂના ગિજ કેટલાક માંગણીઓ બની જશે. આપણા જ હાથે આપણે તેમને માયકાંગલા નહિ બનાવવા જોઈએ. સવાલ : [૧૦૨] કેટલીવાર ‘સાચા’ ને બદલે ‘ખોટા’ સાધર્મિકો ગેરલાભ ઉઠાવી લે છે તેનું શું કરવું ? જવાબ : આ બાબતમાં કાળજી તો પૂરી કરવી જોઈએ. છતાં એવું તો ન બનવું જોઈએ કે આવી કલ્પનાથી ‘સાચો’ પણ મરી જાય. અપમાનનો ભોગ બની જાય. સો વ્યક્તિમાં એંશી તો હંસલા જ મળશે. વીસ કાગડા ય આવી જાય. પણ ‘વીસ’ જેવાઓની બધે શકયતા કલ્પીને એંશી હંસલાઓનેતેમાંના એકાદને પણ-અન્યાય થઈ જવો ન જોઈએ. ‘ખોટો' ફાવી જાય તે કરતાં ‘સાચો’ રહી જાય તે દોષ વધુ મોટો છે. સવાલ : [૧૦૩] તમામ સાધુ-સાધ્વીઓએ ઉપદેશમાં સાધર્મિકભક્તિને જ પ્રધાનતા આપવી ન જોઈએ ? જવાબ : પૂર્વના કાળ કરતાં અત્યારે સાધર્મિક-ભક્તિનો ઉપદેશ સવિશેષ અપાય જ છે. એના પ્રભાવને શ્રીમંત જૈનો દર વર્ષે સારી એવી રકમ-ગુપ્ત રીતે-સાધર્મિક ભક્તિમાં વાપરે પણ છે.
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy