SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક વહીવટ વિચાર સવાલ : [૭૫]પસ્તીમાં જવાને લાયક ગણાતી વસ્તુઓ-છાપાંઓ, મેગેઝિનો, પત્રિકાઓ, ટપાલો, વહીવટી ચોપડાઓ વગેરે-નો શી રીતે નિકાલ કરવો ? ૧૦૬ જવાબ : ગૃહસ્થોને અનુલક્ષીને આ સવાલ હોય તો તેનો જવાબ એ છે કે ઓછામાં ઓછી વિરાધનાને ખ્યાલમાં રાખીને ગૃહસ્થો કામ કરે. કેટલાકો નદી વગેરેના પાણીમાં પધરાવે છે. કેટલાક ફરીથી તેમાંથી નવો કાગળ બનાવવાના પ્રોસેસમાં (રી-સાઇક્લિંગમાં) વેચી નાંખે છે. કેટલાકો અવાવર કૂવામાં વિસર્જન કરે છે. ગૃહસ્થો પુષ્કળ વિરાધનાઓમાં બેઠેલા જ છે. તેમણે તેમની રીતે-પાપીભીરુતાને જીવંત રાખીને જયણાપૂર્વક આ બાબતમાં વિચારવું પડે. વર્તમાનમાં સાધુઓ સામાન્ય રીતે આવી પોતાને બિન-ઉપયોગી ઠરતી નોટો વગેરેના નાના ટુકડાઓ કરીને વિધિપૂર્વક અવાવર કૂવામાં વિસર્જન કરતા જોવા મળે છે. જો કે હાલમાં તેવાં લક્ષણો ધરાવતા કૂવા ખાસ જોવા મળતા ન હોવાથી તેમાં ઘણી મુશ્કેલી પડે છે. આથી જ સાધુઓ ગૃહસ્થોની વસ્તુઓ છાપાં, પત્રિકા, મેગેઝિનો, કંકોત્રીઓ વગેરેતેમને ભળાવી દેતા હોય છે, જેથી તે અંગેની વિસર્જન વિધિ તેમને કરવાની ન રહે. સવાલ : [૭૬] ભારતમાં સેંકડો જૈન જ્ઞાનભંડારો છે. જેમાંના ઘણાબધા અસ્તવ્યસ્ત છે. કેટલાકને તો ઉધઈ પણ લાગી ચૂકી હશે. આ બધા ભંડારોને એક જ ઠેકાણે એકત્રિત કરીને તેની સારસંભાળ થાય તો કેવું ? જવાબ : હા, તેમ થઈ શકે ખરું, પણ આ જમાનો બોમ્બમારાનો હોવાથી કેન્દ્રીકરણ કરવામાં મોટું જોખમ છે. જો ભંડારો જુદા જુદા ઠેકાણે બરોબર સચવાતા રહે તો તે જ ઉત્તમ ગણાય. કેમકે તે રીતે બોમ્બમારાથી અમુક ભંડારો સળગી જાય તો પણ બાકીના સેંકડો ભંડારો ઊગરી જાય. તિબેટના લેહ નગરમાં આ રીતે એકત્રિત કરાએલા ભંડારની અતિ મૂલ્યવાન દસ હજાર નકલો એક જ બોમ્બમારાથી સળગીને સાફ થઈ ગઈ હતી. તિબેટની સમગ્ર પ્રજાને અસહ્ય આઘાત લાગ્યો હતો. સવાલ : [૭૭] વર્તમાનકાલીન મહાત્માઓનાં જીવનચરિત્રો જ્ઞાન ખાતાની રકમમાંથી છપાવી શકાય ?
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy