SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક વહીવટ વિચાર કલ્પિત-દેવદ્રવ્યમાંથી ઉત્તમ દ્રવ્યોથી કરાયેલ પૂજા-આંગી-મહાપૂજા વગેરે જોઈને પણ અનેક શ્રાવકોને તેવા પ્રકારની ભક્તિ સ્વદ્રવ્યથી કરવાના ભાવ જાગ્રત થાય છે. તેથી આ રીતે પણ સ્વદ્રવ્યથી ભક્તિ કરવાની ભાવનાને ઉત્તેજન મળે છે. બાકી આ જ પુસ્તકમાં આ અંગેની વિચારણા જે રજૂ કરી છે તે તો તેવા તેવા સંયોગોમાં પરદ્રવ્ય અને દેવદ્રવ્ય પણ જિનપૂજાદિ કરવાની વાતનું સમર્થન કરે છે, સંમેલન વિરોધીઓના આચરણમાં ય આવું જોવા મળે છે. સવાલ :[૬૪] ‘દ્રવ્યસ્તતિકા” તથા “શ્રાદ્ધવિધિ' ગ્રંથના આધારે કેટલાક એવું સમર્થન કરે છે કે, “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી જોઈએ”આ વિષે સ્પષ્ટ ખુલાસો આપવા કૃપા કરશોજી. જવાબ : ‘શ્રાદ્ધવિધિ’, દ્રવ્યસપ્તતિકા' માં ‘વદ્રૌવ પૂના કાર્યો’ વગેરે સ્વદ્રવ્યથી જ પૂજા કરવી એ પાઠ ઘરમંદિરના દ્રવ્યની વ્યવસ્થાના વર્ણનમાં આવે છે, પરંતુ એ પાઠોને સંપૂર્ણપણે બરાબર વિચારીએ તો એ પાઠ દ્વારા તો દેવદ્રવ્યમાંથી પણ પૂજા થઈ શકે તેવું વિધાન જણાય છે. આ પાઠમાં ગૃહત્યની પૂજાની વ્યવસ્થા માટે જણાવ્યું છે કે માળીને (પુષ્માદિ માટે) મુખ્યતયા માસિક વેતન તરીકે ગૃહમંદિરના નૈવેદ્યાદિ આપવા નહીં પરંતુ પૃથગ જ માસિક વેતન કરવું. પરંતુ પૂર્વે જો નૈવેદ્યાદિ આપવા દ્વારા માસિક વેતન નક્કી કર્યું હોય તો દોષ નથી. અહીં પ્રભુને ચઢાવેલ નવદ્યાદિ દેવદ્રવ્ય થઈ જાય છે તેના બદલામાં મેળવેલ પુષ્પો ગૃહચૈત્યમાં પણ ચઢાવવામાં દોષ નથી એમ સ્પષ્ટ જણાવ્યુ છે. હવે જે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાની કહે છે ત્યાં જ કાર દ્વારા જે નિષેધ જણાવવાનો છે તે પાઠમાં જ સ્પષ્ટ જણાવેલ છે કે ગૃહમંદિરના ચોખા વગેરેના વેચાણથી ઉત્પન્ન થયેલ દ્રવ્યથી મેળવેલ પુષ્પાદિ ઘરમંદિરના માલિકે સંઘમંદિરમાં જાતે ન ચઢાવવા પરંતુ અન્ય પૂજા કરનારા દ્વારા ચઢાવવા જેથી પોતાને વૃથા પ્રશંસાદિ દોષ ન લાગે અને બીજા ચઢાવનાર ન હોય તો પોતે પણ આ પુષ્પાદિ મારા દ્રવ્યના નથી પરંતુ ઘરમંદિરના દ્રવ્યના છે એમ સ્ટ કરીને ચઢાવે....... અહીં બીજા પૂજા કરનાર દ્વારા ઘરમંદિરના દ્રવ્યના પુષ્પ ચઢાવવાનું વિધાન થયું.... વળી બીજા ન હોય તો પોતે પણ આ ઘરમંદિરના દેવદ્રવ્યના પુખો છે એવી સ્પષ્ટતા કરીને ચઢાવે તેવું વિધાન કર્યું. એટલે આ પાઠો દ્વારા તો દેવદ્રવ્યથી પણ પૂજા
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy