SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ક્ષેત્રો અંગે પ્રશ્નોત્તરી હતો, પરંતુ હમણાં થોડા કાળથી (યતિઓ વગેરેના કાળથી) સંવેગી સાધુઓની અલ્પ સંખ્યા થઈ જવાના કારણે અથવા શ્રાવકોના પ્રમાદ અને અજ્ઞાનના કારણે છૂટી ગયો હશે તેમ સંભવે છે. પરન્તુ સ્વ. પૂજ્યપાદ આ. દેવ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજી મ. સાહેબે સુરતમાં નિર્માણ પામેલા આગમ-મંદિરના જિનાલયના બંધારણમાં આ પેટા વિભાગોને દાખલ કર્યા છે. એનો વહીવટ શી રીતે કરવો ? તેની સમજણ પણ આપી છે. (આ પુસ્તકમાં અન્યત્ર આ વાત જણાવી વળી અમારા તરણતારણહાર સ્વ. ગુરુદેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે પણ આ પેટા ભેદોનો અમલ શરૂ કરી દેવાની વાત વિ.સ. ૨૦૦૭ની સાલમાં કરી છે. તે સાલમાં તેઓશ્રીએ મુંબઈ-લાલબાગ(ભૂલેશ્વર)માં બંધારણનો ખરડો તૈયાર કર્યો હતો. તે અંગેની પ્રશ્નોત્તરીમાં આ વાતનો Gl24&5 Giês su pradhan.com આજની તારીખમાં મારા આ પુસ્તકની દેવદ્રવ્ય સંબંધિત વાતો સામે જેઓ તીવ્ર વિરોધ કરી રહ્યા છે તેઓ આ પેટા-ભેદોની વ્યવસ્થા ચાલુ કરવા બાબતમાં સાવ ચૂપ કેમ છે ? તે સમજાતું નથી. આવા પેટા ભેદો નહિ પાડવાથી જે એકબીજાના ખાતાની રકમ એકબીજામાં ન વાપરી શકાય, તે વપરાઈ જવાનો દોષ સ્પષ્ટ છે-છતાં તેઓ મૌન રહ્યા છે. ખેર.......તેમના દિલની વાત શી રીતે સમજી શકાય ? સવાલ : [૬૧] સ્વપ્નદ્રવ્ય ઉપધાનની માળ વગેરે કલ્પિત દેવદ્રવ્યની રકમમાંથી દરેક સંઘ પૂજારીને પગાર, ગોઠીને પગાર વગેરે કાર્યો કરે તો જે આજે અમુક દેવદ્રવ્યમાંથી કેટલાક સંઘોના પગાર અપાય છે તે મોટું નુકસાન દૂર થઈ જાય ને ? જવાબ : શકિતમાનું જિનભક્તોએ સ્વદ્રવ્યથી પૂજારીને પગાર વગેરે આપવો જોઈએ જેથી તેમને ધનપૂર ઉતારવાનો મોટો લાભ પ્રાપ્ત થાય. આ શક્ય ન બને તો પૂજારીને આ રકમ કયે ખાતેથી આપવી? તેનો જવાબ સંમેલનીય ગીતાર્થ આચાર્યોએ સર્વાનુમતે નિર્ણયરૂપે આપ્યો છે કે કલ્પિત દેવદ્રવ્યમાંથી આ રકમ આપી શકાય. પૂજા-દેવદ્રવ્યાદિને તમે શુદ્ધ દેવદ્રવ્ય કહેતા હો તેમ લાગે છે પણ ત્રણ પ્રકારનું દેવદ્રવ્ય ધો...-૩
SR No.009225
Book TitleDharmik Vahivat Vichar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1995
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy