SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આક્રોશાદિ કર્મચેતનાનાં પરિણામો છે. માટે હે ચેતન ! ચાલાક થઈ કાં ચૂકી જાય છે ? તારું સામર્થ્ય એકવાર પ્રગટ કરી દે, પછી પેલાં પાંચે મગતરા નાસી જશે અથવા તે પોતાની શક્તિને ચેતનમાં તન્મય કરી ઊર્ધ્વતામાં સહકાર આપશે. - ધાણેન્દ્રિયમાં વિવશતા : સાધક પ્રભુભક્તિના ઉમંગ અને પ્રભુની નિશ્રામાં નિરપેક્ષ સુખનો આકાંક્ષી રહે છે, પણ સંસારમાં વાતાવરણનો પલટો પરિણામને ઊલટાં કરી દે છે. ભક્તિના સ્થાનમાં ધૂપસળીથી બાહ્ય વાતાવરણ સુવાસિત હોય છે. જીવ પ્રભુપ્રત્યે પ્રીતિના ભાવમાં હોવાથી તેનું અંતર સુવાસિત થાય છે, છતાં બાહ્ય પદાર્થોના સંયોગો જીવને બેચેન કરી મૂકે છે. તેને સુગંધની પ્રિયતા છે અને દુર્ગધની અપ્રિયતા છે. પરિણામમાં સમતુલા નથી. ધ્રાણેન્દ્રિયના બે વિષય છે. સુગંધ અને દુર્ગધ, તે શુભાશુભ યોગ પ્રમાણે નિર્મિત થાય છે. શ્વાસની જેમ આ ઈદ્રિય કંઈક સ્વૈચ્છિક છે. જીવ ઈચ્છે કે ન ઈચ્છે નાક દબાવે તો ય શ્વાસની જેમ મંદપણે ગંધનો અનુભવ થયા કરે છે. સુગંધી પદાર્થોનો સ્પર્શ જીવને ગમે છે અને નાક ખેંચીને સુંધ્યા કરે છે, વધુ મળે તેવી અપેક્ષા રહે છે. ઈદ્રિયવિષયોના ગ્રહણમાં સૂક્ષ્મ કે ધૂળ હિંસા થતી રહી છે. જીવને પોતાને તો ગરમી ઠંડી સહન થતી નથી, તેનાથી બચવા પ્રયત્નશીલ રહે છે. એક સમયના અગ્ર ભાગનું વાગવું ગમતું નથી. કોઈ પણ પ્રકારનાં દુઃખથી પોતે દૂર થવા પ્રયત્ન કરે છે. તેણે આ વાત વિચારી લેવી કે સુગંધિત પદાર્થો બનવાની જે પ્રક્રિયા છે તે હિંસાત્મક છે. જેમ જેમ તેમાં ગંધની તીવ્રતા તેમ તેમ વધુ હિંસા છે. જો જીવ આવું જાણે તો તેણે મોહવશ કે ઈદ્રિયવશ આ પદાર્થોના સેવનનો આગ્રહ ત્યજી દેવો. જીવન નિભાવવા આહારની આવશ્યકતા છે પરંતુ સુગંધી પદાર્થો, ચરબીયુક્ત સાબુ, ફૂલોને વીંધીને માળા કે વેણીનો ઉપયોગ કરવો, અત્તર વડે તરબતર થવું, આહારમાં પણ તીવ્ર ગંધવાળા પદાર્થોમાં મોજ માણવી, એમ વિવિધ પ્રકારે સુખ મેળવવા તે લુબ્ધ થાય છે. આવી વૃત્તિઓ તે કર્મચેતના છે. છતાં કોઈવાર અનાયાસે સુગંધી તત્ત્વો કે એવી ચીજોનો યોગ થાય, વન-ઉપવનમાં ફરવાનું થાય ત્યારે આત્માર્થી નિષ્કપટભાવે, અવધાનપૂર્વક પ્રસન્નતા પ્રાપ્ત કરવા સહજ પ્રેરાય છે. વળી દુર્ગધયુક્ત પદાર્થો મળે કે પ્રતિકૂળતા મળે ત્યારે તિરસ્કાર કરી દુઃખી થતો નથી. જ્ઞાનચેતના જીવને પ્રીતિ કે અપ્રીતિનાં ઢંઢમાંથી દૂર રાખે છે. - પોતાના દેહનાં-મનનાં સુખ ખાતર અન્ય જીવોને દુઃખ આપનાર કે તેવો વિચાર ત્યજી ન દેનારને નિરાબાધ સુખનો કદાપિ અનુભવ થઈ શક્તો નથી, અને સંસારના અલ્પ સુખોની પ્રાપ્તિ પણ તેને પ્રાધે થતી નથી. તેને સાચા સુખની કલ્પનામાત્ર થવી અસંભવિત છે. માટે ભગવાન મહાવીરે મંત્ર આપ્યો કે “જીવો અને જીવવા દો, તમે દુભાવ નહિ અને દુભવો નહિ.” • ચક્ષઈંદ્રિયમાં વિવશતા : પ્રદર્શન કરીને પ્રભુ પાસે શાશ્વત સુખને ચાહનાર જો પરાભક્તિને પ્રાપ્ત ન કરે અને ભક્તિસમયે બાહા ભક્તિનું જ પ્રયોજન કરે, વળી વ્યાપાર સમયે વ્યાપારી થઈ જાય તો ભક્ત ન રહે અને પરાભક્તિ પ્રાપ્ત ન કરી શકે. શિથિલ પરિણામ વાળો જીવ પ્રભુની વીતરાગતા અને અમી દૃષ્ટિ વડે પૂરો ભિજાયો ન હોવાથી તે અસતું પ્રસંગના સંયોગોમાં ચક્ષુ વડે દૃશ્યમાન પદાર્થોમાં લોભાઈ ને શાશ્વત સુખ માંગ્યું હતું તે વિસરી જઈ, ચક્ષુને જે ગમે તે ફરીફરી મેળવવાને ચાહે છે. અનિત્ય અને નશ્વર એવા પદાર્થોમાં લોભાય છે. પ્રથમ તો ચક્ષુ વડે દેખાતાં સુંદર પદાર્થો પાછળથી જુગુપ્સા ઉપજાવે તેવા હોવા છતાં જીવ ત્યાંથી પાછો વળી શકતો નથી. જીવ જાણે છે કે ગમે તેવા સુંદર સ્વાદુ પદાર્થો આંખને ગમ્યા પછી, જીભના અગ્રભાવને સ્વાદ આપ્યા પછી, ગળા સુધી પહોંચીને બહાર પાછા નીકળે તો તે જોવા પણ ગમે નહિ. સુંદર લાગતા શરીરને ત્વચાનું રક્ષણ ન હોય તો તેની સામે પણ ન જુએ. જ્ઞાની પુરુષોએ આવા શરીરમાં એક રોમ પર ૧ રોગ જાણ્યા છે. શરીરના વા કરોડ રોમના રોગ જાણવાથી ખ્યાલ આવશે કે શરીર એ રોગનું ઘર છે. છતાં શાતાના ઉદયમાં માનવને એમ ૧૨૭
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy