SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રયોજન જે શુભ કે શુદ્ધ પરિણામો છે તે સ્વભાવને અનુગામી હોવાથી તે પરિણામોને ધર્મચેતના કહીશું. જીવનું ધ્યેય ધર્મચેતનાને ઉત્તરોઉત્તર વિશેષપણે શુદ્ધ પરિણામરૂપે પ્રગટ કરી નિશ્ચયરૂપ ધર્મની પ્રાપ્તિ છે. તે અવસ્થાના અધિકાર માટે લૌકિકધર્મને ગૌણ કરી, વ્યવહારધર્મના આશ્રયે પ્રશસ્ત તત્ત્વદૃષ્ટિને કેળવવાની છે. તત્ત્વદૃષ્ટિયુક્ત ઉપયોગ નિશ્ચયધર્મમાં પ્રવેશ પામી પૂર્ણ શુદ્ધરૂપે સ્થિરતા ધારણ કરે છે. તે જીવનો સ્વરૂપમય ધર્મ છે. ધર્મના આવા નિરાવરણ રહસ્યનો બોધ પામી જીવ સર્વથા આવરણમુક્ત થઈ અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. • ધર્મ શબ્દ પ્રથમ શા માટે ? ધર્મ આદિ ચાર પુરુષાર્થ મનાયાં છે. તેમાં ધર્મનું સ્થાન પ્રથમ છે. સંસારની અનેક પ્રકારની યોનિમાં દરેક ધર્મમાં માનવદેહ ઉત્તમ મનાયો છે. માનવ જીવનની એક પળ અતિ મૂલ્યવાન ગણવામાં આવી છે. પત્થર ફોડનાર માનવ પત્થર પર ઘણ મારે છે ત્યારે પ્રથમ ઘાથી જ પત્થર તૂટવાનો પ્રારંભ થાય છે. પચીસમા ઘાએ પત્થર તૂટે છે ત્યારે એમ જણાય છે કે પત્થર છેલ્લા ઘાથી તૂટયો છે. તે પ્રમાણે પૂર્વના અનેક જન્મમાં અસતુવાસનાના પત્થર તોડવારૂપ પુરુષાર્થથી માનવ જીવનમાં અનેક પ્રકારની ધર્મસાધના કરવાથી, સતુદેવ-ગુરુ ધર્મની શ્રદ્ધા વડે આ જન્મમાં આત્માર્થરુચિ પ્રગટે છે. તે સિવાય જીવો જગતમાં બાહય સુખને સુખ માનીને જીવન વેડફી નાંખે છે અને સુખી હોવાનો ભ્રમ સેવે છે. આરાધક જીવો કેટલાય જન્મોથી વિકારો-દોષોને ઘા મારતા આવે છે અને કોઈ એક જન્મમાં એવો ઘા મારે છે કે સર્વ દોષો તૂટી જાય છે. જ્ઞાની પુરુષોનું કથન છે કે ભક્તિનો પંથ લાંબો છે. ઘણા સમય સુધી તે માર્ગે ચાલવું પડે છે પણ યથાર્થ શુદ્ધિ થતાં એક પળમાં મુક્તિ થઈ જાય છે. આથી માનવદેહની એક પળ અમૂલ્ય ગણાઈ છે. ગૃહસ્થજીવન એ ગૂંચવણવાળું છે. તે ગૂંચ ઉકેલવા ચાર પુરુષાર્થ પૈકી ધર્મને પ્રથમ મૂક્યો છે. આ ચાર પ્રકારની રચના એક કાળમાં માનવના જન્મકાળે, લગ્નકાળે કે મરણકાળે સર્વમાં ધર્મક્રિયાની મુખ્યતા હતી. સર્વ વિધિઓ વ્યવહાર ધર્મયુક્ત રહેતી હતી, જેથી માનવજીવનની મહત્તા જળવાતી. કાળના પરિબળે જીવનના મૂલ્યાંકનો બદલાઈ ગયા. અને અનાર્ય કુળ જેવા સંસ્કારો એવા પરિણમ્યા છે કે ગૃહસ્થના જીવનના પ્રસંગો ધર્મયુક્ત હોવાને બદલે દોષયુક્ત થતા જાય છે. જેમકે જન્મદિન ઊજવે ત્યારે અભક્ષ્યાહાર, રાત્રિભોજન અને બીજા કેટલાયે પ્રકારો અનાર્યતાને પ્રગટ કરે છે. આ પ્રમાણે લગ્ન જેવા પ્રસંગોમાં પણ સમજી લેવું. મરણના પ્રસંગમાં દુઃખ માન્યું ૩૨ ૩૩
SR No.009224
Book TitleChetnani Bhitarma
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnand Sumangal Parivar
Publication Year2016
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy