SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૯) અર્થે અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યાં, દિવસે, રાત્રે, એકલા કે સમૂહમાં, સૂતાં વા જાગતાં, આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંતા ભવોમાં પરિભ્રમણ કરતાં આજ દિન અદ્યક્ષણ પર્યંત રાગ-દ્વેષ, વિષય-કષાય, આળસ, પ્રમાદાદિક પૌદ્ગલિક પ્રપંચ, પરગુણપર્યાયને પોતાના માનવારૂપ વિકલ્પે કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, ચારિત્રની વિરાધના કરી, દેશચારિત્રની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધ શ્રદ્ધા-શીલ; સંતોષ, ક્ષમાદિક નિજસ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહિ, કરાવી નહિ, અનુમોદી નહિ, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. છએ આવશ્યક સમ્યક્ત્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહિ, પાળ્યા નહિ, સ્પર્ધા નહિ, વિધિ-ઉપયોગ રહિત-નિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહિ કર્યા; જ્ઞાનના ચૌદ, સમકીતના પાંચ; બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ, એવં નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાધુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાધનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મેં જીવને અજીવ સદ્દહ્યા, પ્રા; અજીવને જીવ સહ્યા, પ્રરૂપ્યા; ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાધુને અસાધુ અને અસાધુને સાધુ સહ્યા, પ્રરૂપ્યા તથા ઉત્તમ પુરુષ, સાધુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા ભક્તિ યથાવિધિ માનતાદિ નહિ કરી, નહિ કરાવી, નહિ અનુમોદી, તથા અસાધુઓની સેવા-ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ યાવત્ પચીસ મિથ્યાત્વમાંનાં મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંધી, પચીસ ક્રિયા સંબંધી,
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy