SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૩૦) મૂસી પાવક સોહગી, ફુકાંતનો ઉપાય; રામ ચરણ ચારુ મિલ્યા, મૈલ કનકો જાય. ૧૪ કર્મરૂપ બાદલ મિટે, પ્રગટે ચેતન ચંદ; જ્ઞાનરૂપ ગુન ચાંદની, નિર્મળ જ્યોતિ અમંદ રાગદ્વેષ દો બીજસે, કર્મબંધકી વ્યાધ જ્ઞાનાતન વૈરાગસે, પાવે મુક્તિ સમાધી ૧૬ અવસર વીત્યો જાત હૈ, અપને વશ કછુ હોત; પુણ્ય છતાં પુણ્ય હોત , દીપક દીપક જ્યોત. કલ્પવૃક્ષ ચિંતામણી, ઈન ભવમેં સુખકાર; જ્ઞાન વૃદ્ધિ ઈનસે અધિક, ભવ-દુઃખ ભંજનહાર ૧૮ રાઈમાત્ર ઘટવધ નહીં, દેખ્યાં કેવળજ્ઞાન; યહ નિશ્ચય કર જાનકે, ત્યજીએ પરથમ ધ્યાન. ૧૯ દૂજા કુછભી ન ચિંતીએ કર્મબંધ બહુ દોષ; ત્રીજા ચોથા ધ્યાયકે, કરીએ મન સંતોષ. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગ માંહિ. ૨૧ અહો ! સમદષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતર્ગત ન્યારો રહે, (જ્યુ) ધાવ ખિલાવે બાળ. ૨૨ સુખ દુઃખ દોનું વસત હૈ, જ્ઞાની કે ઘટ માંહિ; ગિરિ સર દીસે મુકરમેં ભાર ભીંજવો નાંહિ. ૨૩ જો" જે પુદગલ ફરસના, નિશ્ચ ફરસે સોય; મમતા સમતા ભાવસૅ, કરમ બંધ-ક્ષય હોય. ૨૪ બાંધ્યાં સોહી ભોગવે, કર્મ શુભાશુભ ભાવ; - ફલ નિરજરા હોત હૈ, યહ સમાધિ ચિત્ત ચાવ. ૨૫ ૧ સોનું ગાળવાની કુલડી ર. વ્યાધિ, રોગ ૩ સમાધિ સુખ ૪ પોતાના હાથમાં અવસર હોય ત્યારે કંઈ બને છે. પઆર્ત-દુઃખરૂપ પરિણામ.૬ રૌદ્ર-પાપરૂપ પરિણામ. ૭ધર્મ-શુભભાવરૂપ પરિણામ. ૮ શુક્લ-શુદ્ધ પરિણામ. ૯ ગિરિ-પર્વત; સર-સરોવર. ૧૦. દર્પણમાં. ૧૧ જે જે પુદ્ગલોનો સ્પર્શ થવાનો છે, તે નક્કી થશે. તેમાં મમતા ભાવથી કર્મબંધ અને સમતા ભાવથી કર્મ ક્ષય થાય છે. ૧૨ બાંધેલાં કર્મ ભોગવતાં શુભાશુભ ભાવથી ફળ થાય છે. સમભાવમાં ચિત્ત હોય તો નિર્જરા થાય છે.
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy