SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭૮) શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે, અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે; અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે; અને તે સાધન પણ જીવ જે પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું કહીએ ? આટલો જ સંક્ષેપજીવમાં પરિણામ પામે તો તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી. એ જ વિનંતિ. આ.સ્વ.પ્રણામ. પત્ર પ૩૯ મુંબઈ, કાર્તિક સુદ ૧૪, સોમ, ૧૯૫૧ સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જે નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. પત્ર ૬૦૯ મુંબઈ, જેઠ, ૧૯૫૧ ૧. સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ “મોક્ષ' કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એ જ માટે સર્વ તીર્થકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું
SR No.009223
Book TitleVinayopasana
Original Sutra AuthorN/A
AuthorLaghuraj Swami
PublisherShrimad Rajchandra Aradhak Mandal
Publication Year2005
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy