SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા કવિવરનું વિવેચન એટલું બધું સ્પષ્ટ છે, કે તે વિશે કશું લખવાપણું રહેતું નથી; છતાં આપણામાંના જે કેટલાક અનુભવપ્રમાણ નથી, કેવળ શાસ્ત્રપ્રમાણુકો છે, તેમને સારુ વદિક પરંપરાનાં અને જૈનપરંપરાનાં વચનને સંક્ષિપ્ત સાર આપવાથી એ વિવેચન વિશેષ ઉપાદેય બને એ દષ્ટિથી આ નીચે તે બન્ને પરંપરાનાં મૂળ વચનો નહિ પણ તેમની સંક્ષિપ્ત સાર આપી દઉં. મહાભારત શાંતિ. પર્વ અધ્યાય ૨૯૯માં ભીષ્મ પિતામહે સાધ્યો અને હંસનો સંવાદ ધર્મજિજ્ઞાસુ રાજ યુધિષ્ઠિરને જે પ્રમાણે કહી સંભળાવ્યો છે, તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : “યુધિધિર બેટયા: “હે પિતામહ! વિદ્વાન મનુષ્યો એમ કહે. છે, કે સંસારમાં સત્ય, સંયમ, ક્ષમા અને પ્રજ્ઞા પ્રશંસાપાત્ર છે, તે આ વિશે તમારો શો અભિપ્રાય છે ?' “ષ્મિ બેલ્યા: “હે રાજા યુધિષ્ઠિર ! આ વિશે તને એક સંવાદ કહી સંભળાવું છું. સાલ્વેએ કંસને મોક્ષધર્મ વિશે પૂછયું અને હંસે તેને ઉત્તર આ પ્રમાણે આપ્યો :--- મેક્ષની પ્રાપ્તિ માટે તપ અને સંયમ આચરવાં, સત્ય બોલવું, મનનો જય કરે, હદયની બધી ગાંઠેને કારે કરીને પ્રિય તથા અપ્રિય વૃત્તિઓને પિતાના કબજામાં રાખવી, કોઈનું હૈયું ભેદાઈ જાય એવાં વચન ન બોલવાં, કૂર વાણું ન બેલવી. હલકી વૃત્તિઓવાળા પાસેથી શાસ્ત્રને ન સમજવાં, જેનાથી બીજાને ઉગ અને બળતરા થાય એવી વાણું ન બોલવી, સામે બીજો કોઈ વચનનાં બાણથી આપણને લીધે, તે એ સમયે શાંતિ જ રાખવી. રીપે ભરાવાને પ્રસંગ આવતાં જે પ્રસન્નતા દાખવે છે, તે બીજાનાં સકતોને લઈ લે છે. અન્યનો તિરસ્કાર કરનારા ભભકતા ક્રોધને જે માણસ કબજામાં રાખે છે, તે મુદત અને ઈર્ષ્યા વગરને બીજાનાં સુકતને લઈ લે છે. કોઈ આક્રોશ કરે, તો પણ સામે કશું બોલવું નહિ; કોઈ મારે તે હમેશાં સહન જ કરવું–આ જાતની રીતને આર્ય પુએ સત્ય, સરળતા અને અક્રરતા કહે છે. સત્ય વેદનું રહસ્ય છે, સત્યનું રહસ્ય સંયમ છે, સંયમનું રહસ્ય મેક્ષ છે
SR No.009219
Book TitleAarya Buddha Ane Jain Dharmna Mul Siddhantono Samanvay
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy