SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) દાદાશ્રી : એ પ્રાણ આયુષ્યકર્મ બાંધેલું તે તેના આધારે વીંટાયેલો છે. એટલે જેટલું આયુષ્યકર્મ છે એટલો એ પ્રાણ વીંટાયેલો છે. એટલે પ્રાણ જેટલો વધારે વપરાઈ જાય એટલું આયુષ્યકર્મ પછી ખપી જાય વધારે. એટલે ક્રોધ-માન-માયા-લોભમાં વધારે ખપી જાય. દુષ્યારિત્ર કરે ત્યારે એકદમ ખપી જાય અને સારા ચારિત્રવાળાને પ્રાણ ઓછો ખપે, તો એ વધારે જીવે સારી રીતે. દેહ મરવાતો તે “હું અમર એ રિયલપદ પ્રશ્નકર્તા આગળ કહ્યું એમ દેહાધ્યાસવાળા પ્રાણને આધારે જીવે મરે છે એટલે આ રિલેટિવમાં જ કરવાનું હોય છે ને રિયલમાં તો કશું નહીંને ? દાદાશ્રી : એટલે જો તમે મરવાના છો, તો રિલેટિવમાં છો અને તમને પોતાને જો એવી ખાતરી થઈ ગઈ કે હું અમર જ છું અને દેહ મરવાનો છે, તો તમે રિયલમાં છો. આ તો જ્યાં મરવાનું પદ છે ત્યાં જ તું માનું છું કે હું જ ચંદુ છું. એ પદ આખું બદલાઈ ગયું એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. એ ચંદુ તો ઓળખવાનું સાધન છે. ખરેખર હું શું છું એ જાણવું જ જોઈએ ને? ખરેખર એ તું જાણું એટલે પછી તારે મરવાનું રહ્યું જ નહીં, એ અમરપદ થયું. મૃત્યુ પર વિજય, અધ્યાત્મ વિજ્ઞાનથી પ્રશ્નકર્તા: અમરપદ વિશે સમજાવશો ? દાદાશ્રી : અમરપદ એટલે શું ? આત્મજ્ઞાન થાય એટલે અમરપદ. પોતે આત્મા છું' એવું ભાન રહે તો એ અમર જ છે. પછી મરવાનું હોય જ નહીંને ! પછી તમે ચંદુભાઈ હોય તો મરોને ? ચંદુભાઈ (પદ) છૂટી ગયું. હવે મરી જઈશ કે જીવતો રહીશ ? પ્રશ્નકર્તા: તો અમર છું ને, દાદા ! ચંદુ મરી જવાનો છે.
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy