SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) આપણે વહેંચણ કરી નાખી કે આ પ્રકૃતિનો ભાગ, આ તમારો ભાગ. આ (તમારા) ભાગમાં તમે રહેશો તો ક્ષેત્રજ્ઞ અને આ (પ્રકૃતિ) ક્ષેત્ર છે, એ ક્ષેત્રના તમારે ક્ષેત્રજ્ઞ તરીકે રહેવાનું છે. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રમાં શું શું થઈ રહ્યું છે એ જાણવાનું. જાણનાર અને જાણવાની વસ્તુ એક જ હોય કે જુદી જુદી ? જુદી જુદી. એક આંખ ગઈ હોય તો તે ક્ષેત્ર જાણે કે ક્ષેત્રજ્ઞ ? ક્ષેત્રજ્ઞ જાણે. જ્ઞાતી વર્તે નિરંતર ક્ષેત્રજ્ઞપદે એક આત્મા જ જાણવા જેવો છે. ક્ષેત્રો અને ક્ષેત્રિય બન્નેવ જુદા છે. ક્ષેત્રથી અપ્રતિબદ્ધતા જોઈશે. ક્ષેત્રથી, ભાવથી, દ્રવ્યથી ને કાળથી અપ્રતિબદ્ધ રહે છે, તે જ્ઞાની. અપ્રતિબદ્ધ એટલે મુક્ત. એ દેહના માલિક જ નથી રહેતા, મનના માલિક નહીં, વાણીના માલિક નહીં. પોતે પોતાના ક્ષેત્રમાં રહીને ક્ષેત્રજ્ઞ તરીકે રહે. પ્રશ્નકર્તા ઃ આપને દ્રષ્ટાભાવની સ્થિતિ કાયમ રહે ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા સ્થિતિ કાયમ રહે. આ વાત ટેપરેકર્ડ કરે છે અને અંદર શુદ્ધ ઉપયોગ રહે. આ શું બોલ્યા ને શું નહીં, એટલું જ જોયા કરીએ. આ વાતેય ચાલતી હોય ને શુદ્ધ ઉપયોગ રહે. પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ભાવ સાથે પરમાનંદ ભાવ હોયને ? દાદાશ્રી : પરમાનંદ જ હોય, નિરંતર પરમાનંદ, એટલે નિરંતર જુદા જ રહેવાનો વ્યવહાર છે. અમે એક સેકન્ડ પણ પુદ્ગલ ભાગમાં રહેતા નથી. હું તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું. હું મારા ક્ષેત્રમાં જ રહું
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy