SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) પ્રશ્નકર્તા : દાદા, આ સમજાયું નહીં. જ્ઞાન ન મળ્યું હોય તો દાદાની કીર્તનભક્તિ ૫૨૨મણતા કહેવાય અને જ્ઞાન મળ્યું હોય તો તે જ વસ્તુ સ્વરમણતા કહેવાય ? ૨૫૪ દાદાશ્રી : એ બધું સ્વરમણતામાં જાય. જ્ઞાની પુરુષ એ પોતાનો જ પ્રગટ શુદ્ધાત્મા છે. માટે એમના માટે જે કીર્તનભક્તિ હોય, એ બધું સ્વરમણતામાં જ જાય. પણ તે ૨મણા સાંઈઠ ટકા ફળ આપે. સાંઈઠ ટકા રમણતા તો બહુ મોટી કહેવાય. આ સાંઈઠમાંથી તે સો ટકા થશે. કારણ કે જ્ઞાની પુરુષ એ પોતાનો આત્મા છે. એટલે મૂળ આત્મા તો હજુ પકડતા જ વાર લાગે એને પણ જ્ઞાની પુરુષની રમણતા કરીએને, આમ આંખો સામે દેખાય હરતા-ફરતા, પછી બીજું એથી વધારે શું જોઈએ ? પછી દાદા યાદ રહે, આ પદ ગા ગા કરેને તો આ સાંઈઠ ટકા રમણા થાય એવું છે. ખાલી પદ જ ગા ગા કરે કલાક-બે કલાક. અને પછી મોઢે થઈ જાયને તો બેઠા બેઠાયે છે તે ચાલ્યા કરે. છતાં ખરી રીતે દાદા યાદ આવે એ નિજસ્વરૂપનું સાધન કહેવાય, નિજસ્વરૂપ ના કહેવાય અને તમને શુદ્ધાત્માનું લક્ષ રહે એ નિજસ્વરૂપની રમણતા કહેવાય. પ્રકૃતિને નિહાળવી તે સ્વરૂપ ભક્તિ-સ્વરમણતા પ્રશ્નકર્તા : આપે કહ્યું કે સ્વરૂપ રમણતા એ જ સ્વરૂપ ભક્તિ, તો હવે જ્ઞાન મળ્યા પછી એવી ભક્તિ અમારે કેવી રીતે કરવી ? દાદાશ્રી : ચંદુભાઈ જે કરે એ પ્રકૃતિને નિહાળવી, એ સ્વરૂપ ભક્તિ. પ્રકૃતિને નિહાળવી, એમાં કરવાનું શું હોય તે ? જે નિહાળે છે, એને પ્રકૃતિ રિસ્પોન્સિબલ નથી. નિહાળતા નથી તેને રિસ્પોન્સિબલ છે. કેવો આત્મા પ્રાપ્ત થયો છે ! ઓહોહો ! જે પ્રકૃતિને નિહાળે. પોતે પ્રકૃતિરૂપે રહીને ફરેલો તે જ પોતાની પ્રકૃતિને નિહાળે છે. હવે શું ? જે જ્ઞાતા હતી તે જ શેય થઈ ગઈ, દ્રષ્ટા હતી તે દૃશ્ય થઈ ગઈ.
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy