SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) તો માથું દુ:ખવું ને એ બધું છે, એ બધી વેદના એ વેદના જ ગણાય નહીં. એ તો જાણ્યામાં જતી રહે છે. જાણ્યા જ કરે એટલું. એમાં જતી રહે એવી છે આ વેદના તો. પણ બીજી, હાથ કાપતા હોય આમ ઘસી ઘસીને, એકદમ કાપી નાખે તો તો જાણે કે આ પતી ગયું. પણ ઘસી ઘસીને હાથ કાપતા હોય ત્યારે દુશ્મનને કંઈ એમ વિનંતી કરાય કે ભઈ, એકદમ કાપી નાખ ? વિનંતી કરીએ તોયે એકદમ ના કાપે એ તો મૂઓ. એવા સંજોગોમાં આવ્યા હોય ત્યારે વેદના કહેવાય. તે ઘડીએ તપ કરવાનું છે. ભગવાને કહ્યું કે તું હોમ ડિપાર્ટમેન્ટમાં છું, સ્વપરિણતિમાં છું તો પરપરિણતિ ઉત્પન્ન ના થાય. એ તપ કરવાનું છે. આ પરિણામ છે અને આ મારા પરિણામ નથી, એમ સ્વપરિણામમાં મજબૂત રહેવું એનું નામ તપ. ૨૨૮ પરપરિણતિ આપણા મહાત્માઓને બંધ થઈ છે. પણ સ્વપરિણામમાં રહેતા નથીને ? હજુ તો કાગળના વેપાર કરો, બીજું કરો, ત્રીજું કરો. ડખા છે ને ? અને અમારે થોડોક ડખો ચાર ડિગ્રીનો છે, તેથી જ અમનેય ત્રણસોને છપ્પને રહ્યું. ત્રણસો સાંઈઠ ના થયું. અને તમારે વધારે ડખો હશે, નથી વધારે ? તમને સમજાય છે આ બધું ? પ્રશ્નકર્તા : હા જી. દાદાશ્રી : હં, ચોક્કસ ? એટલે આ બધું સમજવા જેવું છે. સમજ્યા વગર બાફીએ. અને આ લોકો તો અત્યારે શું કરે છે કે બાફવાનું કાચું રાખે છે ને કાચું રાખવાનું બાફી નાખે છે. પછી એના વિટામિન શી રીતે મળે તે, બળ્યા ? મળે વિટામિન ? પ્રશ્નકર્તા ઃ ના. સંસારી વેશે અગિયારમું ઘીટ આશ્ચર્ય ! પ્રશ્નકર્તા : દાદા, તમે કહ્યું અમે સ્વપરિણામમાં છીએ એ સમજાવશો ? પણ દાદાશ્રી : આ ‘એ.એમ.પટેલ’ દેખાય છે તે તો મનુષ્ય જ છે,
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy