SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૨) લેપાયમાન ભાવો ૧૭૧ આપણા મનમાં મહીં ભાવ ઉત્પન્ન થાય, કે આગળ એક્સિડન્ટ થશે તો ? તે આપણે જોયા કરવાનું. એ જે ભાવો ઉત્પન્ન થાયને, એને જોયા કરવાના. પ્રશ્નકર્તા : પોતાના અંદરના ઊઠેલા ભાવોને એ પોતાના જ્ઞાનમાં જુએ ? દાદાશ્રી : જ્ઞાનમાં જોયા કરવાના. પછી એ ભાવોમાં તમે હાલી નહીં જાવ. જો તમે જ્ઞાતા-દ્રષ્ટા રહેશો તો તરત જ બીજો ભાવ ઉત્પન્ન થશે, કે પછી ત્યાં આગળ જઈને કઈ હોટલમાં જમવાનું રાખીશું ? અરે મૂઆ, હમણે તો એક્સિડન્ટની વાત કરું છું, ને હમણે પાછી હોટલની વાત કરે છે ? એ મન ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એમાં તમે શા માટે ભડકો છો ? મનના ભાવો ડિસ્ચાર્જ થઈ રહ્યા હોય તેમાં તમારે ભડકવાનું કોઈ કારણ નથી. એ તો ઘડીકમાં સાંઈઠ વર્ષે પરણવાનો ભાવ હલ આવે. માટે કંઈ વળ્યું એનું ? એને જોયા કરો. પ્રશ્નકર્તા: દાદા, લેપાયમાન ભાવો જે ઊભા થાય, એને આપણે સહન જ કરવા પડેને ? દાદાશ્રી : છૂટકો જ નહીંને ! આ તો તપ કરવા સિવાય છૂટકોય નહીં. અમે આજ સુધી તપ કરીએ છીએ. અમે આખો દહાડો તપ જ કરીએ છીએ. છૂટકો નહીં એને, તપ જ કરવું પડે ! લેપાયમાન ભાવો એ જડ ભાવ, લેપે આખા જગતને એ લેપાયમાન ભાવો પ્રાકૃતિક ભાવો છે. એ સ્વભાવ ભાવ નથી. લેપાયમાન ભાવો એ જડ ભાવ છે. એ છોને બૂમાબૂમ કરે, એમાં આપણે શું છે? લેપાયમાન ભાવોએ જ લેપી નાખ્યા છે ને આ લોકોને ! લેપાયમાન ભાવથી જ આ જગત રંગાયું છે ને બધું. જગત આખું જ એ ભાવમાં ફસાયું છે. એ લેપાયમાન ભાવોમાં એકાકાર થઈ જાય છે, ફસાઈ જાય છે. એ એમ જાણે છે કે મને ભાવ આવે છે આ. લેપાયમાન ભાવને પોતાના માને છે. આ બધા લેપાયમાન
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy