SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (૬.૨) અસંગ ને નિર્લેપ હવે ચંદુભાઈની પાસે કંઈક કામ થઈ જાય, કરનાર કોણ ? વ્યવસ્થિત, વ્યવસ્થિત તમને અહીંયા પ્રેરણા કરે, અને ચંદુભાઈ બધું કામ કર્યા કરે, તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. હવે, ચંદુભાઈથી કંઈ ખરાબ કામ થઈ ગયું કોઈ જગ્યાએ તો તમને ગભરાટ ના રહેવો જોઈએ. કારણ કે એ તો, વ્યવસ્થિત શક્તિએ કર્યું અને તમે તો શુદ્ધાત્મા છો, શુદ્ધ જ છો. હવે ફરી તમને લેપાયમાન થાય જ નહીં હવે, અસંગ જ છો. તમે શુદ્ધ જ છો, હવે કોઈ પણ સંજોગોમાં કાંઈ પણ ખરાબ ક્રિયા આવી, એક બાજુ ખરાબ ક્રિયા થાય છે. અને તમે શુદ્ધ જ છો. આ ક્રિયાના આજે તમે કર્તા નથી. આ ક્રિયાનું સંચાલન તમારે હાથે થયેલું છે પણ આજે એના કર્તા તમે નથી. અજવાળું વધતા થાય તિરંતર અનુભવ અસંગ-નિર્લેપપદતો પ્રશ્નકર્તા : દાદા પણ હવે ઉતાવળ બહુ થાય છે, જલદી પૂરું કરવું છે. ૧૪૫ દાદાશ્રી : અમે તમને આ જે બોધબીજ આપ્યું છે, તે હવે ધીમે ધીમે બીજ-ત્રીજ થશે. અનંત કાળની અમાસ વીતી ને અજવાળું સહેજ દેખાય, ઝાંખી (થાય) તો એ બોધબીજ છે. તે પછી ત્રીજ થાય, ચોથ થાય અને પછી છેલ્લે પૂનમ થાય. એક ફેરો બીજ ઊગ્યા પછી થાય, ત્યાં સુધી અમાસની અમાસ જ રહ્યા કરે. બીજ ઊગી એટલે આપણને ખાતરી થઈ કે હવે ત્રીજ થવાની. ધીમે ધીમે ત્રીજ થશે એવી તમને ખબર પડશે કે આ હવે અજવાળું વધ્યું. અજવાળું વધે તેમ આ સંસાર અડતો ઓછો થઈ જાય. અત્યારે સ્થૂળ રૂપે અડતો નથી પણ સૂક્ષ્મ રીતે અડ્યા કરે છે હજુ. તેય પણ ઓછો થતો થતો થતો આપણું પદ જે નિર્લેપ જ છે, તે નિર્લેપનો નિરંતર અનુભવ રહ્યા કરે. આપણું પદ જે અસંગ જ છે તે નિરંતર અનુભવ રહ્યા કરે. ‘હું અસંગ છું’ એ છે સંગીતો અસંગ થવાતો પુરુષાર્થ પ્રશ્નકર્તા : આપણે ચરણિવવિધ કરતી વખતે બોલીએ છીએ કે ‘હું અસંગ છું, હું અરૂપી છું, હું અક્ષય છું, હું અમૂર્ત છું’ તો તે બોલીએ તે વખતે એવા ભાવ મહીં ઉત્પન્ન થવા જોઈએ ? તો જ એ બરાબર કહેવાય ને ?
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy