SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ [૬.૨] અસંગ તે નિર્લેપ આત્માને થયો છે સંયોગ, નથી થયો સંગ પ્રશ્નકર્તા : નિર્લેપ અને અસંગ એ બે ભાવો કહ્યા આપે તો એ સમજાવશો. દાદાશ્રી : અસંગીને સંગ ના અડે ને નિર્લેપીને લેપ ના અડે. લેપાયમાન ના થાય. લેપાયમાન થયો જ નથી. આ પોતે સ્વભાવથી નિર્લેપ જ છે, અસંગ જ છે. કોઈની જોડે સંગ જ થયો નથી. સંયોગ થયો પણ સંગ નથી થયો. સંયોગ છૂટા પડી શકે, પણ જો સંગ થયો હોય તો છૂટો ના પડે. એટલે પોતે અસંગ છે. આ વર્લ્ડમાં કોઈ પણ ચીજ એવી નથી કે જે એને લેપાયમાન કરી શકે અને કોઈ સંગ એવો નથી કે એને સંગમાં લાવી શકે. એ નિર્લેપ અને અસંગ બે વસ્તુ જુદી છે. આટલું બધું કાર્ય કરવા છતાં પોતે અસંગ રહે છે. આટલું બધું સંસારી કાર્ય છતાં પોતે અસંગ જ છે. આટલું બધું કાર્ય લેપાયમાનમાં દેખાય છે, સંસારી ભાવ છે, બધું છે, છતાં નિર્લેપ છે પોતે. એવો આત્મા છે અને એવો આત્મા જ્ઞાનીએ જોયો. તો જ છૂટો પડેને ! નહીં તો લેપાયમાન થયેલો આત્મા શી રીતે છૂટો પડે ? અસંગ-તિર્લેપતો ગુહ્ય ફેર સમજાવ્યો જ્ઞાતીએ પ્રશ્નકર્તા : અસંગ ને નિર્લેપમાં શો ફેર ?
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy