SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) થાય. જુએ ને પછી મોઢું બગડેને, તે નુકસાન કરે. કારણ કે વિશેષ કર્યું, સામાન્ય ભાવથી ના જોયું. રીંગણા સારા હોય તેને જોઈ તેમાં તન્મય થઈ જાય ને તેવા જ આકારનો થાય છે. શેયાકાર થાય છે તો ભગવાને કહ્યું કે, તું શેયાકાર થઈશ તોય તેનો વાંધો નથી પણ ફક્ત તું તે અવસ્થાને જાણ, તો તું છૂટ્યો. બધી જ વસ્તુ સામાન્યભાવે જોવી જોઈએ, વિશેષભાવે ના જોઈશ. વિશેષભાવે જોયું કે વળગ્યું જ છે. ખાલી તમને જ્ઞેયને જાણવાનો જ અધિકાર છે. ૩૪ પ્રશ્નકર્તા : એનો અર્થ કે સહજભાવ રહે તો એનો વાંધો નહીં ? દાદાશ્રી : સહજભાવ જ બસ. દેહ જલેબી ખાય અને તમે તમારા સહજભાવમાં, તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો એ જ. સર્વાંગ : સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધ પ્રશ્નકર્તા : એ જે સંપૂર્ણ શુદ્ધ અને પછી સર્વાંગ શુદ્ધ એ લખ્યું છે, એ શા માટે લખ્યું છે ? દાદાશ્રી : લોકોને ખ્યાલમાં આવે કે બધી રીતે શુદ્ધ થઈ ગયેલો છે. એટલે આ સમજવા માટે લખેલું છે. પ્રશ્નકર્તા : એટલે આત્માના અંગો હોય છે તે સર્વાંગ ? દાદાશ્રી : અંગ ના હોય, આત્માના પ્રદેશો હોય. સર્વ પ્રદેશોથી શુદ્ધ હોય પણ પ્રદેશો ના સમજણ પડે એટલે સર્વાંગ કહ્યું. સર્વાંગ એટલે સંપૂર્ણ. સમજાઈ જાય માણસને. પ્રદેશો સમજણ ના પડે. પ્રશ્નકર્તા : સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ એ બેમાં શું ફેર ? : દાદાશ્રી : સંપૂર્ણ શુદ્ધ છું એટલે એક્ઝેક્ટલી શુદ્ધ જ છું, એવું પાછા બધા અંગો સહિત, બધા અંગોએ કરીને શુદ્ધ છું, એવું વિગતવાર કહે છે. સર્વાંગ એટલે બધા અંગોથી, અંગ-ઉપાંગ બધામાં શુદ્ધ છું. અશુદ્ધતા હવે કોઈ જગ્યાએ રહી નથી હવે. ખરેખર શુદ્ધ જ છું. કોઈ દહાડો અશુદ્ધિ મારામાં આવી જ નથી. સર્વાંગ શુદ્ધ છે. બધા અંગે શુદ્ધ છું. હું સંપૂર્ણ
SR No.009218
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy