SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૩ ખંડ ૧ આત્માતા સ્વરૂપો - [૧] પ્રતિષ્ઠિત આત્મા (૧.૧) પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ ‘હું ચંદુ' એ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પ્રશ્નકર્તા ઃ પ્રતિષ્ઠિત આત્મા એટલે શું ? દાદાશ્રી : જ્યાં સુધી ‘હું ખુદ કોણ છું’ એ જાણે નહીં, ત્યાં સુધી જે આત્મા આપણે ગણીએ છીએ કે આ ‘ચંદુલાલ હું છું’, એ આત્મા એટલે શું ? પોતાની સેલ્ફ. પોતાની સેલ્ફની ગણતરી (શું છું, કેવો છું, કોણ છું એ માન્યતા), કે આ ‘હું ચંદુલાલ’ તે (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા (સૂક્ષ્મતમ અહંકાર), અને આ ચંદુલાલ છે, દેહ છે, એ (ડિસ્ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા (સૂક્ષ્મતર અહંકાર) છે, પૂર્વે પ્રતિષ્ઠા કરેલી તે જ છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે જે ‘તમે’ અજ્ઞાનતાથી પ્રતિષ્ઠા કરી કે ‘હું ચંદુલાલ, હું આ બાઈનો ધણી થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં.’ એ પ્રતિષ્ઠા કર કર કરી. આ ચંદુલાલ શબ્દ નહીં જોવાનો. પણ ‘પોતે’
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy