SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની તાદૃશ્ય દેખાયા કરે. કેવળજ્ઞાન સુધી પહોંચે છે ને, તે આ બધું એને ખબર પડતી જાય. ૩૮૯ હવે આ બધું હું તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કેવા ભેગા થાય છે તે જોઈને કહું છું. ઉપયોગ દેતા, જુએ ફિલ્મરૂપ સર્વે પર્યાયો કેવળદર્શતમાં પ્રશ્નકર્તા : આ જે જોઈને બોલવાની વાત છે તે જ્ઞાનમાં દેખાયેલું આપને કે કાયમ જોઈ શકો છો ? દાદાશ્રી : જ્યારે ઉપયોગ દઉ તે ઘડીએ જોવાય. તમે કહો કે ‘સત્તર વર્ષે તમે શું કર્યું’તું ?” તો અમને આમ યાદ ના હોય કશું. ઉપયોગ દઉં કે દેખાય, બધું જ દેખાય. શરીરેય શું ક્રિયા કરતું'તું તે હઉ દેખાય અત્યારે. જેમ પહેલાની ફિલમ કાઢીએ ને, એવું દેખાય. અમારું આ કેવળદર્શન કહેવાય છે. પ્રશ્નકર્તા : જો કેવળદર્શન થયેલું હોય તો બધું જ કહી શકે. આપ પૂર્વભવ કહી શકો ખરા ? દાદાશ્રી : ના, એવું બધું અમને નથી દેખાતું. એ કેવળદર્શનને લાગતું નથી, એ તો બુદ્ધિનો વિષય છે. અમારામાં બુદ્ધિ બિલકુલ ના હોય. પ્રશ્નકર્તા : બુદ્ધિ ના હોય પણ જ્ઞાન તો હોયને ? દાદાશ્રી : જ્ઞાન હોય પણ એ જ્ઞાનની વસ્તુ નથી, એ બુદ્ધિની વાત છે. આ આગલા અવતારોને, તે બુદ્ધિનો વિષય છે, યાદશક્તિનો વિષય છે. અમને તો યાદશક્તિયે ના હોય. વર્તમાત પર્યાય દેખે પ્રજ્ઞાથી, ત જરૂર ચિત્ત-મતતી પ્રશ્નકર્તા : દાદા, તમે કહો છો કે અમને બુદ્ધિ ને યાદશક્તિ ના હોય, પણ મનની શું સ્થિતિ હોય ? આ ભાઈ આવ્યા એટલે પહેલા વિચાર શરૂ થયા હશેને ?
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy