SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા: આત્માનું ? દાદાશ્રી : આત્માનું જે છેલ્લામાં છેલ્લું સ્વરૂપ, નિરાલંબ સ્વરૂપ, કોઈ પણ અવલંબન ન રહે એ સ્વરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ, તે અમે જોયેલું મૂળ આત્મા એવી જગ્યા છે કે જ્યાં પુદ્ગલ પહોંચતું જ નથી. એની બાઉન્ડરિમાં પુદ્ગલ પહોંચતું જ નથી. એ જગ્યા મેં જોયેલી છે એટલે મને આશ્ચર્ય થાય કે આ કેવી જગ્યા છે ! જ્યાં પુદ્ગલ ના પહોંચે એવી જગ્યા છે ! આને આ કાળનું કેવળજ્ઞાન કહીએ તો ચાલે પણ સાચું કેવળજ્ઞાન નહીં, કળિયુગનું ! જેમ-તેમ પાસ થાય એવું, ફૂલ્લી નહીં ! જોયો આત્મા જ્ઞાતીએ, જે તીર્થકરોએ જાણ્યો પ્રશ્નકર્તા: એક આપ્તસૂત્ર એવું છે કે મેં તમને જે આત્મા આપ્યો છે એ આત્મા તીર્થંકરોએ જાણ્યો છે, એ મેં મારા દર્શનમાં જોયેલો છે. દાદાશ્રી : આ તો તીર્થકરોને ધન્ય છે કે એમની શું ઊંડી શોધખોળો છે ! એમાંથી એમણે આત્મા ખોળી કાઢ્યો એ અજાયબી છે ! દેહમાં આત્મા ખોળી કાઢવો, તે સાવ છૂટો એટલે મોટી અજાયબી જ કહેવાયને ! અને તે મેં જોયો પાછો. સાવ છૂટો આત્મા મેં જોયો. તીર્થકરોએ જે આત્મા જાણ્યો છે, તીર્થકરોએ જે પરમાત્મા જાણ્યો છે, એ મેં જોયા છે. અને બીજા લોકો વર્ણવી શક્યા નહીં. બીજા લોકો કોઈ પણ જ્ઞાન જોઈ શકે એવી સ્થિતિમાં નથી. પ્રશ્નકર્તા : એનું શું કારણ, દાદા ? દાદાશ્રી : એ બહુ ઊંચું પદ છે. મોક્ષ તો બધાનો થશે, પણ એ પદ જે, આ જે મૂળ આત્મા જોયો છે, એ બહુ ઊંચું પદ છે. એબ્સૉલ્યુટ જોવાનો. શુદ્ધાત્મા એ એબ્સૉલ્યુટ આત્મા નથી. પ્રશ્નકર્તા ઃ આત્મા તો એ જોઈ શકે ને ? મોક્ષે જતા પહેલા તો એની સ્થિતિ આવવી જોઈએને ?
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy