SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૩) દશા – જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની તો નાપાસ થયેલાને શેમાં મૂકવો ? પરીક્ષામાં પાસ થઈ જાય તેને અરિહંતમાં મૂકવો અને નાપાસ થયા એને શામાં મૂકવો ? છે. પ્રશ્નકર્તા ઃ તો એ પાછા આચાર્યમાં નથી આવતા ? વચ્ચેમાં રહે : દાદાશ્રી : ના, આચાર્યમાં શી રીતે આવે ? પ્રશ્નકર્તા : ૩૬૩ આ તો દાદા, ત્રિશંકુ જેવી સ્થિતિ થઈ. દાદાશ્રી : ના, ત્રિશંકુ આમાં લેવાદેવા નહીં, આ પોતે જ ભગવાન પણ એ નાપાસ થયેલા ભગવાન છે, બસ એટલું જ. અત્યારે તો ચાર ડિગ્રીએ નાપાસ થયો હું, એટલે આ તમારે કામ લાગ્યો, આ બધા લોકોને. ફેલ ના થયો હોત, પાસ થયો હોત તો મોક્ષે ઊડી જાત. પ્રશ્નકર્તા : પછી નાપાસ કેમ થયા ? દાદાશ્રી : કંઈ ભૂલ થઈ હશે તેથી જ તો ને ! ભૂલ વગર તો કંઈ નાપાસ કરાય નહીં ને ! પ્રશ્નકર્તા : કેવી ભૂલ થઈ ? કઈ જાતની ભૂલ ? દાદાશ્રી : ભૂલ અહંકારની થઈ હશે કંઈક. મહીં હુંપણું આવી ગયું હશે. ‘હું જ છું, હું છું, હું છું.’ એ ભૂલને લઈને નાપાસ થઈ ગયા. હવે એ અહંકાર કાઢી નાખવો પડશે, તે કાઢી નાખ્યો બધો. હવે ચોખ્ખું કરી નાખ્યું. પ્રશ્નકર્તા ઃ તો હવે તો કેવળજ્ઞાન થઈ જવું જોઈએને ? દાદાશ્રી : હવે ચોખ્ખું થયું પણ અત્યારે ના થાય. અત્યારે આ કાળ જ નથી ને, તે દહાડે કાળ હતો. પચ્ચીસો વર્ષ પહેલા ત્યારે કાળ હતો. અત્યારે એ કાળ નથી. ત્યારે મારે ઉતાવળેય નથી. હું તો નિરંતર મોક્ષમાં જ રહું છું.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy