SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થકર ભગવાનની ૩૫૩ પ્રશ્નકર્તા: કેવળજ્ઞાનીને આ સૂક્ષ્મ બૉડી (શરીર) દેખાય ? કોઝલ બૉડી (કારણ શરીર) દેખાય ? દાદાશ્રી : હા, એમને સ્પષ્ટ દેખાય. પ્રશ્નકર્તા: આત્મા કરતા વધારે સ્પષ્ટ ? દાદાશ્રી : બધું દેખે. પ્રશ્નકર્તા : આત્માને દેખી શકે ? આત્માને તો દેખી જ શકે જ નહીંને કેવળજ્ઞાનીઓ ? દાદાશ્રી : દેખે નહીં, જાણી શકે. દેખવું એટલે પોતપોતાની ભાષામાં સમજે છે કે આંખે જેવું દેખાય એવું આમ સ્થળ આત્મા દેખાતો હશે. પ્રશ્નકર્તા: આત્મા જાણી શકે અને કોઝલ બૉડી એ બધું દેખાય. દાદાશ્રી : દેખી શકે. કારણ કે કોઝલ બૉડી રૂપી છે. રૂપી હોય એ દેખાય. અરૂપી તો ના દેખાય. પરમાણુ, ચર્મચક્ષુથી અરૂપી પણ કેવળજ્ઞાતે રૂપી મહાવીર ભગવાનને ત્રણ વસ્તુનું જ્ઞાન હતું; એક પરમાણુને જોઈ શકતા હતા, એક સમયને જોઈ શકતા હતા, એક પ્રદેશને જોઈ શકતા હતા. આ રૂપી તત્ત્વમાં આ મોટી મોટી વસ્તુઓ દેખાય છે ઉઘાડી બધી, પણ અણુ સુધી શોધખોળ કરી આ લોકોએ. આ અણુ સુધી આ લોકો દેખી શક્યા. દૂરબીનથી, ગમે તેનાથી દેખી શક્યા, પણ અણુ એ છે તે કોમ્બિનેશન (જૂથ) છે, કમ્બાઈન્ડ સ્વરૂપ છે. પણ એનું મૂળ અસલ સ્વરૂપ, અચળ સ્વરૂપ પરમાણુ છે, જે સ્વતંત્ર છે બિલકુલ. પ્રશ્નકર્તા: પરમાણુઓ ‘વિઝિબલ' (દશ્યમાન) છે ? દાદાશ્રી : પરમાણુઓ કેવળજ્ઞાને કરીને વિઝિબલ છે. એ પરમાણુ આંખે દેખ્યું ના જાય, દૂરબીનથી કે બીજી કોઈ વસ્તુથી દેખ્યું ના જાય. પરમાણુ દેખાય તો તમે જુદા કરી શકો ને ? બુદ્ધિથી, આંખથી ના
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy