SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ (૭.૨) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ તીર્થકર ભગવાનની ૩૪૧ દાદાશ્રી : હા, સિક્કો તો એમનો જ, ત્યારે જ કેવળી થાય. જ્ઞાની પુરુષ એ મુક્તાનંદી કહેવાય. મુક્તાનંદીને જોયા પણ તીર્થકરને નથી જોયા. તીર્થંકરનું જે કેવળજ્ઞાન છે, એ તો અજાયબી ને ! પણ વર્ણન ના થાય એ. સમ્યક્ દષ્ટિધારીતે, તીર્થરતા દર્શને થાય બેડો પાર પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન એ તીર્થંકરની હાજરીમાં થાય અને જ્ઞાનીની હાજરીમાં શું થાય ? દાદાશ્રી : આ થઈ રહ્યું છે કે, જ્ઞાન મળે છે તે ! અને પછી એને પછીના દેહે પાછા તીર્થકર ભેગા થાય, ત્યાં આગળ વાર જ ના લાગે. પહેલું આગળ થયેલું હોવું જોઈએ. કંઈક લાયકાત તો જોઈએ ને ? સર્ટિફાઈડ તો જોઈએ ને ? ત્યાં તીર્થકરની હાજરીમાં ગમે તે માણસ જાય, તેથી કરીને કશું વળે નહીં. બધા બહુ માણસો બેસે, પણ કશું વળે નહીં. એ તો એને લાયકાત કેળવી હોય અને દૃષ્ટિ ફરેલી હોય ત્યાં આગળ કામ થઈ જાય. તીર્થકર કશું કહેવા ના જાય, દૃષ્ટિ પડતા જ એના ભાવ ફરી જાય. જોતાં જ કેવળજ્ઞાન થઈ જાય. એટલા માટે હું કહું છું ને કે આપણા મહાત્માઓને તીર્થકરના દર્શન કરવાના રહ્યા ફક્ત. પ્રશ્નકર્તા અનેક તીર્થકરો થયા, આ જીવો તો અનેક ભવોથી ભમ્યા જ કરે છે, તો એ વખતે તીર્થકરોની હાજરી એમને નહીં મળી હોય? દાદાશ્રી : બહુયે વખતે મળ્યા હશે, તીર્થકરોની પાસે બેસીય રહ્યા છે. પ્રશ્નકર્તા : પણ ભાન નહીં. દાદાશ્રી : નહીં, ચટણી ખાવાની ઈચ્છાઓ ! ચટણીઓ ખાવા માટે ફરે, આખી થાળી જમવાની ઈચ્છા નહીં, બત્રીસ ભાતની રસોઈ જમવાની ઈચ્છા નહીં. પ્રશ્નકર્તા તો એનો અર્થ એ કે એમની લાયકાત નહોતી તે વખતે ? દાદાશ્રી : નહીં, ચટણી ખાવાની ઈચ્છા રહી ગઈ એટલે પછી ત્યાં
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy