SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) સમાધિ થાય તો આખા બ્રહ્માંડનું એને દર્શન થાય એવું જે કહે છે, એ બરોબર છે ? ૩૧૦ દાદાશ્રી : સમપ્રજ્ઞા સમાધિ થાય એટલે દેખાય એવું બધું. તમે રૂમની બહાર જાવ એટલે પેલું બહારનું બધું દેખાય કે નહીં ? પ્રશ્નકર્તા ઃ દેખાય. એને કેવળજ્ઞાન કહેવાય કે નહીં ? : દાદાશ્રી : કેવળજ્ઞાન એથી આગળ છે. પ્રશ્નકર્તા : તે પછીની અસમપ્રજ્ઞા સમાધિ કહી છે. દાદાશ્રી : એ બધા વિશેષણો ખલાસ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. કેવળ આત્મજ્ઞાતમાં જ રહેવું તે કેવળજ્ઞાત વીતરાગોનો કહેલો આત્મા જાણવા જેવો છે, બીજા બધાનો જે આત્મા કહેલો છે એ આત્મા સર્વાંશ નથી. એને મેં કેવો કહ્યો'તો ? પ્રશ્નકર્તા : ભેળવાળો આત્મા. દાદાશ્રી : ના, મેં લૂલો આત્મા કહ્યો'તો. એક જ પગ, બીજું બધું આખું ખરું, એક પગ, પગ બે નહીં. મૂળ આત્મા લૂલો બીજે. જ્યારે આમનો, વીતરાગોનો કહેલો આત્મા બે પગ સાથે. એ આત્માને સમજે ત્યારે દર્શન ઊભું થાય, સમ્યક્ દર્શન. એ પછી ક્ષાયક હોય કે પછી ક્ષયોપશમ હોય કે ઉપશમ હોય, પણ દર્શન થાય સમજે તો અને જાણે ત્યારે જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું. એ કેવળ આત્મજ્ઞાનમાં જ રહેવું, એનું નામ કેવળજ્ઞાન. એ બહુ સમજવા જેવી વસ્તુ છે. એ હું તમને કહુંને, તો તમે તમારી ભાષામાં સમજો, હું મારી ભાષામાં સમજું. દરેકની ભાષા જુદી હોયને ! પ્રશ્નકર્તા ઃ એટલે આત્મજ્ઞાન થયા પછી કેવળજ્ઞાન થાય ? દાદાશ્રી : હા, આત્મજ્ઞાન થયા પછી જ કેવળ. બધું આત્મજ્ઞાન થયા પછી પામે. આત્મા જાણે નહીં ત્યાં સુધી બધું રખડે. આ બધી વાતો
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy