SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ (૫.૧) વિભંગજ્ઞાન દાદાશ્રી : ના, ન્યુસન્સ ના કરે. એ ન્યુસન્સ વસ્તુ જુદી છે અને આ વિભંગીજ્ઞાન જુદું છે. વિભંગી હસતો હોય પાછો. આપણે ફસાતા જઈએ, એ હસતો હોય. ૨૫૯ પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : મેં બધા બહુ જોયેલા એવા. હું હઉં પકડાઈ જઉં. આ જ્ઞાની છું તો પણ મને હઉ પકડી લે એ. કારણ કે એ વિભંગી છે. એને નાસી જવાની બધી ડિરેક્શનની છૂટ અને આપણને એક જ ડિરેક્શનમાં જવાની છૂટ. એને તો બધી જ ડિરેક્શન ખુલ્લી હોય. તમને સમજમાં આવી ગયુંને ? પ્રશ્નકર્તા : હા, હા. એને કોઈ પ્રકારે રિસ્ટ્રીક્શન (નિયંત્રણ) છે જ નહીં. દાદાશ્રી : નહીં, રિસ્ટ્રીક્શન એવું નહીં. એને કેમ કરીને સામા માણસને બાંધવો અને કેમ કરીને એની પાસેથી લાભ ઊઠાવવો એ જ હોય. પ્રશ્નકર્તા : બસ, બસ, બિલકુલ બરાબર, દાદાજી. દાદાશ્રી : એને હું ‘વિભંગી’ કહું છું. મેં હઉ એવા જોયેલા. એટલે હું ફરી ત્યાં જઉં જ નહીં કે આ વિભંગી માણસ છે, આપણું કામ નહીં ત્યાં આગળ. એ વિભંગજ્ઞાનીને વિભંગજ્ઞાની જ પહોંચી વળે, બીજો ના પહોંચી વળે. ઊંધા રિવોલ્યુશન તે નર્યું કપટ જ પ્રશ્નકર્તા : તો દાદા, એ કપટી ખરોને ? એનું મન કપટી ખરુંને ? દાદાશ્રી : નર્યું કપટ જ, પણ હસી હસીને સરસ રીતે બધી વાત એવી મેલે, તે બોલે એવુંને, કે તમારા જેવા સીધાને તે પાંજરામાં ઘાલી દે. નહીં જોયેલા એવા ? પ્રશ્નકર્તા : જોયેલા દાદા, વકીલો હોય એવા કે જ્યાં પાણી ના હોય
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy