SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (૪.૧) અવધિજ્ઞાન ૨૩પ વસ્તુ કશું ના દેખાય. અહીં રહ્યા રહ્યા અમુક પ્રદેશોની વાત બધી દેખાય. જે પુગલની અંદર છે ચેતન, એ તે પુગલોને જોઈ શકે. પણ ચેતન ના જોઈ શકે, અવધિજ્ઞાન. પ્રશ્નકર્તા: દાદા, બે શબ્દ છે અવધિ અને કુઅવધિ. હવે બને છે તો પુદ્ગલને જ જોઈ શકે છે, ચેતનને નહીં, તો શું તે બન્ને અલગ અલગ છે ? દાદાશ્રી કુઅવધિવાળાને અધોગતિમાં લઈ જાય એવું એને દેખાય અને આને ઊર્ધ્વગતિમાં લઈ જાય એવું દેખાય, આ રીતે હેલ્ડિંગ છે. પરમ અવધિ દેખે મહાવિદેહ પ્રશ્નકર્તા અવધિ એટલે લિમિટેડ ? દાદાશ્રી : અવધિ એટલે અમુક લિમિટનું. એ તો પરમાવધિ સુધી હોય, એથી મોટી, લાંબી લિમિટનુંય હોય. અવધિજ્ઞાનમાં જાણે કે આ ભઈને આવું થશે, તેવું થશે, તેમ થશે. કારણ કે એ સીમા સહિત પુગલ પર્યાયને જાણી શકે અને પૂર્ણ સીમા સહિત પરમાવધિજ્ઞાન. અંશે થાયને એ સીમા સહિત કહેવાય અને પૂર્ણ સીમા ક્યારે ? પરમાવધિ થાય ત્યારે. પણ એની આગળ પછી બંધ થઈ જાય જ્ઞાન. એ ઈન્દ્રિયજ્ઞાન કહેવાય છે. પ્રશ્નકર્તા : પછી અતીન્દ્રિય શરૂ થાય ? દાદાશ્રી : પછી અતીન્દ્રિય શરૂ થાય અને અતીન્દ્રિય તો પહેલેથી થયેલું હોય થોડું ઘણું. તોય પણ આ અવધિજ્ઞાન છે ને, એ પૂર્ણ ઈન્દ્રિયજ્ઞાન જ છે. પરમાવધિ ક્યારે થાય છે ? વીતરાગોની સાક્ષીમાં થાય છે. એટલે અવધિજ્ઞાન લિમિટવાળું છે એટલે અવધિજ્ઞાનમાં પૂરું મહાવિદેહ ના દેખાય અત્યારે. મહાવિદેહનો કશો ભાગ ના દેખાય, પણ હવે એ શી રીતે બોલે છે, એ એની પૂર્વની કલ્પનાઓ જ છે બધી આ !
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy