SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) મડદું તીર્થંકરોએ ખુલ્લું ના કર્યું કે જીવમાં ચેતન નથી. એ ખુલ્લું કરાય નહીં. જોખમ છે મોટું. પ્રાઈવેટલિ (ખાનગીમાં) ખુલ્લું કરાય, નહીં તો લોક ગમે તેમ મારી નાખે લોકોને. મારવામાં પછી ભો લાગે જ નહીં, દુરુપયોગ જ કરેને ! એટલે તીર્થંકરો પણ ના કહે. ૧૭૯ એટલા સારુ ‘જીવતું નથી’ એ અમે ન્હોતા કહેતા અત્યાર સુધી. અત્યાર સુધી એમ કહેતા'તા આ રેકર્ડ છે. ખરેખર રેકર્ડેય છે ને જીવતુંયે નથી. નિશ્ચેતન ચેતન અમે કહ્યું છે ને ! મિકેનિકલ છે આત્મા. આ સાચી વસ્તુ જ નથી. હવે આ તો પહેલી વખત જ આપણે બોલ્યા. એટલે જગતમાં આ વાત કોઈ જાણે નહીં. આ મડદું છે, એવું ના જાણે. એટલે વાતેય ના કરીએ અમે. આવું કોઈ દહાડો બહાર પડેલું નહીંને ! આ જે અમે વાત બોલીએ છીએને, એ બહાર જ નહીં પડેલી વાત. તદ્દન નવી વાત ! અરે ! આ જગતના કોઈ પણ માણસને લક્ષમાં નથી. તેથી આ અક્રમ વિજ્ઞાન કહેવાય !
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy