SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) બીજું કશુંય નહીં. ચાર્જ કરેલું તો સારું પણ આ શંકા કરેલી ખોટું. એક ગાંઠ, નવી જ જાતની પડે. પ્રશ્નકર્તા: એ શું કહ્યું, દાદા ? દાદાશ્રી : આ તો અવળી સમજણની ગાંઠ પડે આખી. એટલે અવળી સમજણ ઊભી થાય. અસર થાય છે મડદાને અને પોતે સ્વીકારી લે એટલે પછી અવળું જ થઈ જાયને મહીં ! જ્ઞાન-દર્શન ઉપર આવરણ ફરી વળે. ફાઈલોને જુએ “મડદારૂપ', તો ત રહે મમતા પ્રશ્નકર્તા: જ્ઞાન લીધા પછી પણ મમતાનું પ્રમાણ તો એનું એ જ રહ્યું છે. જે ગાઢ મમતા હોયને, તે ગાઢ મમતાનું પ્રમાણ કેમ ઘટતું નથી? દાદાશ્રી : એ ઘટાડવાનો પ્રયોગ તો કરવો જોઈએને ! મમતા શી રીતે વધી ? ત્યારે કહે છે, “મારું, મારું' કરીને વધી. હોય મારું' કરીને ઘટી જાય. એ સાયકોલોજી ઈફેક્ટ જ છે, બીજું કશું નથી. આ ગાઢ સાયકોલોજી ઈફેક્ટ છે, તે મમતા કહેવાય છે. “મારું-મારું કરીને મમતા ગાઢ થઈ ગઈ. “મારું ન્હોય' કહીએ એટલે ગાઢ ઊડી જાય. આમ વીંટીએ મારું, મારું' કહીને એટલે મમતા થઈ અને આમ ઉકેલીએ એટલે મમતા છૂટી જાય. પ્રશ્નકર્તા: પણ ત્યાં બુદ્ધિ એવું બતાવે છે કે મમતા છોને રહી ! તે શું ખાવા માંગે છે આપણને ? કંઈ મારી નાખે છે ? દાદાશ્રી : ના, મમતા હોય તો તો ઉપાધિ થાય બળી ! પ્રશ્નકર્તા ? તો તો હવે તો કુટુંબની મમતા નીકળી જવી જોઈએને ? દાદાશ્રી : આ ઘડિયાળ છે તે “મારું હોય, મારું ન્હોય' એમ સો વખત બોલીએને, પછી ખોવાઈ જાય તો ચિંતા ના થાય કશું. પ્રશ્નકર્તા: મને આ બધી ભૌતિક વસ્તુઓની મમતા નથી તે.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy