SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : હા, એમને ચાર્જ ને ડિસ્ચાર્જ થયા કરે. ડિસ્ચાર્જ ભાગ મડદું અને ચાર્જ ભાગ એ ચેતન, તેય મિશ્ર ચેતન. પેલું મિશ્ર ચેતન અને આ છે તે નિશ્ચેતન ચેતન મડદામાં. જગતના લોકોને એક બાજુ નિચેતન ચેતન છે, તે મડદું જ છે. પણ હવે એમને મહીં એનું ચાર્જ કરનારું મિશ્ર ચેતન તે જોડે જ છે. એટલે પછી એમને ચાર્જ થાય અને આપણે આ (જ્ઞાન પછી) ચાર્જ ના થાય. ડિસ્ચાર્જ થયું મડદું, ન રહી ભાંજગડ પ્રશ્નકર્તા: આપ જ્ઞાન આપો છો ત્યાર પછી તો ડિસ્ચાર્જ જ રહે છે, પછી ચાર્જ થતું જ નથી, તો આ ખરેખર મડદું જ છે ? બીજું કંઈ જ નહીં હવે ? દાદાશ્રી : મડદું જ છે. હવે આમ તમે ડિસ્ચાર્જ સ્વરૂપને ને મડદાંને, બન્નેને સરખું ના સમજો પણ કોઈ પણ વસ્તુનું ડિસ્ચાર્જ એટલે મડદું, જેમાં ચાર્જ હવે (જ્ઞાન પછી) થવાનું નથી અને પોતાની મેળે ડિસ્ચાર્જ જ થયા કરે છે, એ મડદું કહેવાય. ડિસ્ચાર્જ થવાની શરૂઆત થઈ, એને આપણે મડદું જ કહીએ છીએ. તે આપણો આ ડિસ્ચાર્જ ભાગ રહ્યોને એ બધું જ મડદું છે. જેમાં ચાર્જ ને ડિસ્ચાર્જ બન્ને સાથે હોય ત્યારે ચેતન (મિશ્ર ચેતન) કહેવાય. પ્રશ્નકર્તા: હવે આપણામાં જે ડિસ્ચાર્જ ક્રિયાઓ હોય, એમાં કોઈ ને કોઈ સૂક્ષ્મ, સૂક્ષ્મતર રસ અને આનંદ રહેલા છે ને જીવનમાં ? દાદાશ્રી : કશુંય રહ્યું નહીં. બધું જ મડદું છે આ, ડિસ્ચાર્જ જ છે. જેમ બૅટરી હોયને, તે સેલ તો લાવ્યા એટલે ડિસ્ચાર્જ થવા માટે જ લાવીએ છીએ આપણે. રિચાર્જ થવા માટે નહીં પણ ડિસ્ચાર્જ થવા માટે છે. પ્રશ્નકર્તા : આપણે જે ડિસ્ચાર્જ ક્રિયાઓ હોય એમાં રસ ના હોયને? દાદાશ્રી : ડિસ્ચાર્જ માનીએ તો ઊડી ગયું બધું.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy