SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) મડદું પણ આમ મડદું કહે તો ગૂંચાય અને સમજણવાળો ખોળી કાઢે એમાંથી. મડદું કહીએ તો કહે કે આમાં ઊંડા ઊતરવા જેવું નથી. આવું જ જો હોય તો પછી ઊંડા ઊતરવા જેવું છે જ ક્યાં તે ? ૧૬૭ આ મડદાંને મડદાં સમજવાથી અણસમજણ જતી રહે છે બધી. પણ બહાર બોલવું કે નિશ્ચેતન ચેતન છે. પ્રશ્નકર્તા : દાદા, પોતાનું સમજવા માટે તો આ બહુ સારું વાક્ય છે. પોતાની સમજ માટે સરસ આપ્યું. દાદાશ્રી : આ સમજ માટે આપીએ છીએ, બાકી કો'ક પૂછે ત્યારે કહીએ, નિશ્ચેતન ચેતન છે. હા, એ વાત તો સાચી છે. ચેતન જ છે પણ નિશ્ચેતન ચેતન. એ સમજી ગયો નિશ્ચેતન ચેતન. અને આ જેણે જ્ઞાન ન લીધું હોય તેને મિશ્ર ચેતન. મિશ્ર ચેતન મડદું ના કહેવાય. એ તો રાતે છે તે કો'કને મારી નાખવાનો વિચાર હઉ કરી નાખે. અહંકાર સહિત છે ને ! હા, જીવતો છે ને ! તને મડદું છે એવું લાગે છે ? આ ગમે તે કરે તો એની જોખમદારી આત્માની નથી, એનું શું કારણ ? આત્માએ જોખમદારી ના લેવી હોય તો જેને જ્ઞાન પ્રાપ્ત થયું એ જોખમદારી ન લઈ શકે, ગમ્મે તે કરે તોય. એનું કારણ કે એ તો મડદું છે. વ્યવહાર દેખાય ‘જીવતો', ખરેખર મડદું જ પ્રશ્નકર્તા : દાદા, ક્રમિક માર્ગમાં તો એવું કહે છે કે આત્મા મોહમાયા-મસ૨-મદ બધું છોડી દે તો એને જ્ઞાન પ્રાપ્ત થાય ? દાદાશ્રી : છોડનારો કોણ પણ, જીવતો છોડે કે મરેલો ? પ્રશ્નકર્તા : જીવતો જ છોડેને ! દાદાશ્રી : ના, જે હરે-ફરે છે એ મરેલો છે. જે સંસાર ચલાવે છેને... પ્રશ્નકર્તા : જીવતો છોડે તો જ પછી પ્રગટ થાય ને ? આત્માના દર્શન ક્યારે થાય ?
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy