SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) નિશ્રેતન ચેતન ૧૪૫ પૂંછડી કપાયેલી જોયેલીને તમે ? ગિલોડીની પૂંછડી કપાઈ જાય ત્યારે પૂંછડીની શી દશા થાય છે ? પ્રશ્નકર્તા : તરફડિયા મારે, હાલે, ઊંચીનીચી થાય. દાદાશ્રી : હા, તે વખતે આપણા લોકો એને શું ડિસિઝન (નિર્ણય) આપે છે કે આ શું થઈ રહ્યું છે ? પ્રશ્નકર્તા: જીવ મહીં રહી ગયો છે એવું બોલે. દાદાશ્રી : હા, એટલે આપણા લોકોને જીવ શું છે, એની ખબર નહીં હોવાથી પુંછડીમાં જીવનો આરોપ કરે છે. એ તરફડે છે ને, પૂંછડી ઊંચીનીચી થાય છે, તેને આપણે લોક શું કહે છે ? જીવ નીકળવા માંડ્યો. મૂઆ, જીવ તો પેલી ગિલોડી જોડે જતો રહ્યો. જીવ બે ટુકડા છે ? એ ગિલોડીની પૂંછડી કપાય ત્યારે ખબર પડે કે આત્મા આમાં છે કે આમાં છે? તમે જોયેલું કે નહીં જોયેલું ? ગિલોડીની પૂંછડી એ નિશ્ચેતન ચેતન છે, એ આત્મા હોય. આત્મા તો પેલી ગિલોડી ગઈ ને એની જોડે ગયો અને આ નિચેતન ચેતન છે. તે નિશ્ચેતન ચેતનને જગત આખું ચેતન માની બેઠું છે. તેથી ફસાયું છે. પ્રશ્નકર્તા : પૂંછડીમાં નિશ્ચેતન ચેતન છે ? દાદાશ્રી: હા, નિશ્ચેતન ચેતન છે. ચેતન પેલામાં રહ્યું. એમાં “ચેતન જ છે' એવું કહેશે. મેં કહ્યું, “એમાં શાનું ચેતન ?” સમજણ જ ના પડેને ! શા આધારે કૂદ કૂદ કરે છે ? શા આધારે કૂટું, કહે છે. ત્યારે મેં કહ્યું, કાયમને માટે કૂદ કૂદ કરે તો આપણે કહીએ કે ચેતન છે, પણ આ તો બંધ થઈ જાય છે અને પેલી ગિલોડી તો ફરે છે પાછી, આમ કૂદે, તેમ હવે જે ગિલોડી પૂંછડી કપાઈને ચાલી ગઈ, એ આત્માનો સ્વભાવ કેવો છે કે એક ભાગ કપાઈ ગયો એટલે એટલો સંકુચિત થઈ જાય છે. એ પૂંછડીમાં જરાય જીવ (આત્મા) નથી. જીવ સિવાયની બીજી વસ્તુ છે એમાં. જેને નિચેતન ચેતન હું કહું છું.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy