SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) મિશ્ર ચેતન ૧૩૫ પુદ્ગલના માલિકી ભાવથી થાય ચાર્જ પ્રશ્નકર્તા ઃ આ મિશ્ર ચેતન એ પોતે ચાર્જ છે કે મિશ્ર ચેતનમાંથી ચાર્જ થાય છે ? દાદાશ્રી : મિશ્ર ચેતન થયું તેથી... પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ ઊભા થયા, એમાંથી પછી ચાર્જ થાય છે ને આખું ? દાદાશ્રી : હા, એમાંથી, બીજા શેમાંથી ? પ્રશ્નકર્તા : એટલે એ પોતે ચાર્જ સ્વરૂપ નથી ? દાદાશ્રી : ના. એમાં કર્તા થાય તો થાય, કર્તા ના થાય તો ઊડી જાય. એમને એમ સૂકાઈ જાય બધું. પ્રશ્નકર્તા ઃ આમ તો આ ક્રોધ-માન-માયા-લોભ એને પર પરિણામ કહ્યા છે ને ? દાદાશ્રી : એ તો આમાં, મડદામાં પરિણામ. પ્રશ્નકર્તા : એ ક્રોધ-માન-માયા-લોભ જે મડદામાં છે, એનો પણ કર્તાભાવ પોતાને થાય, તો ચાર્જ થાય ? દાદાશ્રી : એનો માલિક થાય. પ્રશ્નકર્તા : એનો માલિક થાય તો ચાર્જ થાય ? દાદાશ્રી : ‘મને થાય છે' એમ કહ્યું એટલે વળગ્યું. પ્રશ્નકર્તા ઃ અહંકારીનો એ માલિકીભાવ ? : દાદાશ્રી : અહંકારીનો, જે ‘હું’ છે ને તેનો. પ્રશ્નકર્તા : ‘હું'નો માલિકીભાવ છે ? દાદાશ્રી : હું અવળી જગ્યાએ બેસે એટલે પુદ્ગલનો માલિકીભાવ થાય અને હું સવળી જગ્યાએ બેસે તો પોતાના ગુણોનો માલિકીભાવ થાય.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy