SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) મિશ્ર ચેતન દાદાશ્રી : ના, એ જડ નથી. એ જડ હોય તો આપણે ટાંકણી ખોસીએ તો ? એટલે ટાંકણી મારીએ તો સહન ના થાય. એટલે આ બધો એનો જ વેષ છે. મિશ્ર ચેતનનો જ વેષ અને આત્માનું કશું છે નહીં. ૧૩૧ આત્મા આનાથી તદ્દન જુદો છે, આ શરીરથી તદન નિરાળો છે. પણ છતાંય આ શરીર એ મિશ્ર ચેતન છે. ચેતન જેવું કામ કરે ખરું, પણ ચેતન નહીં. દેખાવમાં ચેતન જેવું બધું જ કામ કરે. અને આ જે કુદરતી ક્રિએશન થયેલું છે, એમાં ભેળસેળ થયું નથી. પ્રશ્નકર્તા : આ જોડે જોડે એક વિચાર બીજોય આવે છે કે મિશ્ર ચેતનનું બનાવેલું જડ (કોમ્પ્યુટર) છે, એ જડ જે વસ્તુ (કામ) કરે છે એ મિશ્ર ચેતન કરી શકતું જ નથી. દાદાશ્રી : એ સૌ સૌનું કરે છે. સૌ સૌનું કાર્ય જુદુંને ! એ તો કાર્યક્ષેત્ર જુદું બધાનું. આ આનું કાર્યક્ષેત્ર જુદું, એ એનું કાર્યક્ષેત્ર જુદું. ભગવાનનું કાર્યક્ષેત્ર જુદું. બધાના કાર્યક્ષેત્ર જુદા. પ્રશ્નકર્તા ઃ આ કોમ્પ્યુટર કાઢ્યા છે, મનુષ્ય નથી કરી શકતો એ કોમ્યુટર કરી શકે છે અને કોમ્યુટરમાં શોધકના હાથમાં જ છે એ પઝલ છે ને મોટું ? દાદાશ્રી : આ દુનિયા પઝલ જ છે. કોમ્પ્યુટરમાં નાખે છે પ્રશ્નો, તે મિશ્ર ચેતનનો પ્રશ્ન છે અને કોમ્પ્યુટર જે જવાબ આપે છે, તે જડનો જવાબ છે. તેમાં ચેતન બિલકુલ છે નહીં. એટલે આ સર્જન થાય છે એ મિશ્ર ચેતનનું છે અને વિસર્જન બધુંય જડ. વિસર્જન જડ શક્તિની ક્રિયા છે. હવે જન્મ્યા ત્યારથી વિસર્જન શક્તિ ચાલુ થઈ જાય છે. મરણ સુધી વિસર્જન શક્તિ જ ચાલે છે. મોટા થયા, ઘરડા થયા બધું વિસર્જન શક્તિ. મિશ્ર ચેતન એ રિલેટિવ-રિયલ પ્રશ્નકર્તા : આત્મા બધા પુદ્ગલોને ગ્રહણ કરીને લાવે છે અને
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy