SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૩.૧) પાવર ચેતનનું સ્વરૂપ પ્રશ્નકર્તા ઃ જો એ પાવર એટલે શક્તિ કહી, તો ચૈતન્ય છે ત્યાં સુધી શક્તિ છે. ૯૩ દાદાશ્રી : પાવર એટલે શક્તિ ઊભી થાય, ‘એની’ હાજરીથી આની મહીં. આની મહીં ચેતન છેને, તે સૂર્યનારાયણ જેવું વીતરાગ ભાવેથી રહ્યું છે. તે આપણે અહીંયા આગળ પાવર ઊભો થાય છે ને પછી એ વપરાય. ‘એની’ હાજરીમાં ત્રણ બૅટરીઓ ભરાય છે. ‘તમે’ રાગ-દ્વેષ કરો એટલે પાવર ભરાય. રાગ-દ્વેષ ના કરે તો નવો પાવર ભરાતો બંધ થઈ જાય, જૂનો પાવર વપરાઈ જાય. બહુ ઝીણી વાત છે. આ જગત આખું સમજી શક્યું નથી અત્યાર સુધી. શાસ્ત્રકારો પણ સમજી શક્યા નથી એવી ઝીણી વાત. ચેતન આ આમાં અડે જ નહીં, એની હાજરી જ છે. જો એ ના હોય તો ના ચાલે. એની હાજરીથી આ પાવર ભરાયા કરે છે. હવે પાવર ચેતનને તો ચેતન ના કહેવાયને ! તમને કેવું લાગે છે ? બૅટરીમાં પાવર ભર્યો, એ મૂળ વસ્તુ તો ના કહેવાયને ! એ આનાથી ઉત્પન્ન થયેલી વસ્તુ છે અને ઉત્પન્ન થયેલી વસ્તુનો વિનાશ થાય. જેનો વિનાશ થાય એ ચેતન જ નથી. એટલે ચેતનની હાજરીથી આ બધું થાય છે, એ કશું જ કરતું નથી. છેને ! કેવી ગહન બાબત છે ! કેટલી બધી ગહનતા છે ! ગુહ્ય જ્ઞાન પૂરણ-ગલત છે એવું સ્વભાવિક પ્રશ્નકર્તા ઃ આ પાવર ભરાવો અને ખાલી થવો એ પોતાની શક્તિથી છે ? દાદાશ્રી : એ એની પોતાની શક્તિથી. ભરાવું પૂરણ થવું એ અને ગલન થવું એ પોતાની શક્તિ. : પ્રશ્નકર્તા : પોતાની શક્તિથી પણ સામે કંઈક વસ્તુ હોય તોને ? ભરવાની વસ્તુ હોય ત્યારેને ?
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy