SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વ્યવહાર આત્મા ૬૧ આત્મા પાપી છે,” બોલે છે. વકીલને પૂછીએ કે “આ બોલે છે, મારો આત્મા પાપી છે, એનો અર્થ શો ? ત્યારે વકીલ વકીલાત કરે, ‘તમારો આત્મા પાપી છે, તો તમે કેવા છો ?” પૂછે કે ના પૂછે ? આવું લોક ભોળા છે બિચારા. બેભાનપણે “મારો આત્મા પાપી છે બોલે છે. અલ્યા મૂઆ, ત્યારે તું બોલને કે “હું પાપી છું, આત્મા મારો ચોખ્ખો છે.” આ તો વ્યવહાર આત્માને ‘પાપી” ગણતા ગણતા “શુદ્ધાત્મા’ બાજુએ જતો રહ્યો, તે આખા આત્માને જ “પાપી” કહી નિંદા કરવા માંડી છે, મૂળ આત્માની. વ્યવહાર આત્માને વોસરાવી દેવાનો છે, તેના બદલે મૂળ આત્માને જ વોસરાવી દીધો છે. એટલે મૂળમાં જ ભૂલ થાય છે, તેથી જ પરિણામ નથી પામતું. હવે આ વ્યવહાર આત્માને, પાવર આત્માને મૂળ આત્મા માનવામાં આવે એટલે શું સ્વાદ આવે ? એટલે અમે આ પાવર આત્મા ને એ બધા શબ્દો મૂક્યા છે, ને નહીં તો સાચી સમજણ પડે એવું નથી. પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં ‘વ્યવહાર આત્મા’ કીધો છે એને. દાદાશ્રી : વ્યવહારમાં આપણે સમજી જ નહોતા શકતાને ? એ શબ્દોમાં પૂરેપૂરી સમજ પડી શકે જ નહીં. મૂળ તો આ વ્યવહાર આત્માને જ આત્મા માની લીધેલો છે. આત્મા બીજો નથી, આ જ આત્મા છે. આને શુદ્ધ કરવાનો છે. પ્રશ્નકર્તા : મારું એમ માનવું છે કે આત્મા તો એ જ છે. વ્યવહારમાં જાય ત્યારે વ્યવહાર આત્મા કહેવાય અને આમ જાય તેને બીજો મૂળ આત્મા કહેવાય, એમ જનરલ સમજણ એવી છે. દાદાશ્રી: એ આત્મા બે રીતે કામ કરી શકે છે. પણ આમ તો આ બાજુ નિશ્ચય આત્મા છે એ ભૂલી જ ગયા છે. વ્યવહારને જ મૂળ વસ્તુ માની બેઠા છે. એટલે વ્યવહારેય ખોટો ઠર્યો. પડછાયો પડે, હાથમાં ન આવે મૂળ વ્યવહારિક આત્માને આ લોકોએ નિશ્ચય આત્મા માન્યો. બોલે
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy