SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વ્યવહાર આત્મા ૫૧ દાદાશ્રી : છૂટો જ છે, બંધાયેલો નથી. વ્યવહાર આત્મા બંધાયેલો છે અને ખરેખરો આત્મા બંધાયેલો નથી. વ્યવહારમાં તમે ઉપયોગમાં લો છો એ બંધાયેલો છે. અને જેને આત્મા તમે કહો છો ને, જગતના લોકો કહે છે એ વ્યવહારિક આત્મા છે. વ્યવહાર આત્મા છે એ સાચો આત્મા હોય. વ્યવહાર આત્મા ને નિશ્ચય આત્મા એમ બે છે. એમાં નિશ્ચય આત્મા રિયલ છે, એક્ઝક્ટલી છે, ચોખ્ખો જ છે અને વ્યવહાર આત્મા કર્મો સહિત છે. દેખાયો દર્પણમાં વ્યવહાર આત્મા પ્રશ્નકર્તા : એટલે નિશ્ચય આત્મા અને વ્યવહાર આત્મા બે જુદા પડે છે ? દાદાશ્રી : મૂળ આત્મા, નિશ્ચય આત્મા છે, તેમાં કશો ફેરફાર છે નહીં. નિશ્ચય આત્મા જેવો છે તેવો જ છે અને તેના અંગે વ્યવહાર આત્મા ઊભો થયેલો છે. જેવી રીતે આપણે અરીસા સામા જઈએ ત્યારે બે ચંદુભાઈ દેખાય કે ના દેખાય ? પ્રશ્નકર્તા : હા, બે દેખાય. દાદાશ્રી : જેમ અરીસા પાસે જઈએ તો બહાર તુંય દેખાઉ ને મહીં ચંદુભાઈયે દેખાય. દેખાય કે ના દેખાય ? પ્રશ્નકર્તા ઃ દેખાય, જુદા છે. દાદાશ્રી : શું જુદાઈ છે ? પ્રશ્નકર્તા : જોનારો અહીં બહાર છે, અરીસામાં નથી. દાદાશ્રી : એવું તું બોલું તો પેલોય એવું બોલે. કોનું સાચું માનવું? પ્રશ્નકર્તા: ત્યાંય જુએ જ છેને દર્પણમાં, એ પણ હું જોઉં છું. દાદાશ્રી : એ બરોબર છે. આ જે બહાર છે તે કયો આત્મા? એ
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy