SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્મા (અતિક્રમણ) કરે છે ને પ્રતિષ્ઠિત આત્માને (પ્રતિક્રમણ) કરવાનું. રાગ-દ્વેષ એ પ્રતિષ્ઠિત આત્માતા વ્યવહાર જોવો ને જાણવો એ શુદ્ધાત્મા ને રાગ-દ્વેષ કરે એ પ્રતિષ્ઠિત આત્મા. વહુ નાસી ગઈ તેને જાણવું ને વહુ પૈણી લાવ્યા તેનેય જાણવું. નહીં તોય લોકો શું કરવાના છે ? બન્ને સ્થિતિ આત્માની સ્થિતિ નથી, પુગલની સ્થિતિ છે. આત્મા તો બસ જોયા ને જાણ્યા જ કરે છે. આત્માને આ સંસાર જોડે લેવાય નથી ને દેવાય નથી. પ્રશ્નકર્તા : આમાં ઉપયોગ કોના, શુદ્ધાત્માના કે પ્રતિષ્ઠિત આત્માના ? દાદાશ્રી : ત્રણ ઉપયોગ (શુભ, અશુભ, અશુદ્ધ) પ્રતિષ્ઠિત આત્માના ને શુદ્ધ ઉપયોગ તે શુદ્ધાત્માનો અને તેય ખરી રીતે પ્રજ્ઞાનો છે. પ્રતિષ્ઠિત શેય, શુદ્ધાત્મા જ્ઞાતા પ્રશ્નકર્તા: પ્રતિષ્ઠિત આત્મા પણ જુએ-જાણે છે અને શુદ્ધાત્મા પણ તો બને જોવામાં શું ફેર ? દાદાશ્રી : “શુદ્ધાત્મા' એ સ્વ-પર પ્રકાશક છે, જ્યારે પ્રતિષ્ઠિત આત્મા પરપ્રકાશક છે. “શુદ્ધાત્મા' પ્રતિષ્ઠિત આત્માને પણ જુએ છે ને જાણે છે. માટે પ્રતિષ્ઠિત આત્મા શૈય છે. આખું જગત શેયને જ્ઞાતા માને છે પણ શેય-જ્ઞાતા જુદા છે. શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્માને, જ્ઞાતા અને શેયનો સંબંધ માત્ર છે. શુદ્ધાત્મા બધું જ જાણે, ત્યારે પ્રતિષ્ઠિત આત્મા લિમિટેડ (મર્યાદિત) જાણે. પ્રતિષ્ઠિત આત્મા એ પૂરેલી (ચાર્જ કરેલી) શક્તિ છે. તે ગલન થયા કરે છે. છેવટે પ્રતિષ્ઠિત આત્મા અને શુદ્ધાત્મા બન્ને સાથે જ છૂટા પડવાના. મન પેમ્ફલેટ બતાવે છે, તેને પ્રતિષ્ઠિત આત્મા વાંચી શકે છે અને
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy