SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧.૩) જ્ઞાન પછી જે શેષ વધ્યો, તે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાતીનો પ્રતિષ્ઠિત આત્મા કેવો ? પ્રશ્નકર્તા : દાદાજી, આપને પ્રતિષ્ઠિત આત્મા ખરો ? દાદાશ્રી : ખરોને, પ્રતિષ્ઠિત આત્મા વગર તો દેહ જીવે જ નહીં. પ્રશ્નકર્તા : આપનો પ્રતિષ્ઠિત આત્મા કેવો હોય ? ૪૧ દાદાશ્રી : જ્ઞાનીઓનો પ્રતિષ્ઠિત આત્મા ભક્તિમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે. ‘પોતે’ શુદ્ધાત્મામાં રહે ને પ્રતિષ્ઠિત આત્મા પાસે એના પોતાના શુદ્ધાત્માની અને આ દાદાની ભક્તિ કરાવે. પ્રશ્નકર્તા ઃ તમારા અને અમારા પ્રતિષ્ઠિત આત્મામાં ફે૨ શો ? દાદાશ્રી : કશો જ ફેર નહીં. તમારામાં અજ્ઞાનતા હતી તે તેને લઈને ચંચળતા હોય, અમારામાં નામેય ચંચળતા ના હોય. પ્રશ્નકર્તા ઃ અમારા અને આપના પ્રતિષ્ઠિત આત્મામાં સરખાપણું હોય કે કંઈ જુદું હોય ? દાદાશ્રી : ભોગવટાનો ફે૨. પ્રશ્નકર્તા ઃ શું ફેર ? દાદાશ્રી : આ આત્મા ફર્સ્ટ ક્લાસમાં બેઠો હોય, પેલો થર્ડ ક્લાસમાં બેઠેલો હોય. પ્રશ્નકર્તા : ધક્કા ખાવાના અમારે ! દાદાશ્રી : ધક્કા ખાવાના. ગાડીમાંથી ઊતરવાનું થાય એટલે બધું સરખું પાછું. પ્રશ્નકર્તા : ચાલશે દાદા, તો વાંધો નહીં. પહોંચે તો ખરું ને ? થર્ડ ક્લાસમાંય પણ પહોંચાડે તો ખરાને ? દાદાશ્રી : ગાડી એટલે હંમેશાં પહોંચાડ્યા વગર રહે નહીં, એનું નામ ગાડી.
SR No.009217
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDipak Desai
PublisherMahavideh Foundation
Publication Year2013
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy